ખુલ્લેઆમ આવું કરતો હતો યુટયૂબર અને પોલીસે નાખી દીધો જેલમાં

યુવતીઓ સાથે આવું કરવું ભારે પડી ગયું, હવે થયો જેલ ભેગો- જાણો વિગત

પાકિસ્તાનના ગજરાંવાલામાં એક યુટયૂબરને માથા પર દુપટ્ટો ન લેનાર છોકરીઓ-મહિલાઓ સાથે પ્રેંક કરવુ ભારે પડી ગયુ છે. પોલિસે આ યુટયૂબરને જેલ મોકલી દીધો છે.

યુટયૂબરનું નામ ખાન અલી છે અને તે ‘વેલે લોગ ખાન અલી’ નામથી યુટયૂબ ચેનલ ચલાવે છે. તે ઘણીવાર લોકો સાથે પ્રેંક કરતા વીડિયો યુટયૂબ પર શેર કરે છે.

CPO ગુજરાંવાલાએ અલીની ધરપકડ બાદ તેની હથકડી લગાવતા એક તસવીર ટ્વીટ કરી છે. પાકિસ્તાનમાં પંજાબ પોલિસે ફની વીડિયોના નામ પર મહિલાઓને પરેશાન કરવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ તેના વીડિયો સોશિયલ મીડિયા પેજ પર પણ પોસ્ટ કરે છે.

2 મે 2021ના રોજ તેણે એક એવો વીડિયો શેર કર્યો, જેમાં અલી એવી છોકરીઓ-મહિલાઓ સાથે પ્રેંક કરી રહ્યો હતો, જેણે માથા પર દુપટ્ટો નાખ્યો ન હતો. મુસ્લિમ સમુદાયમાં છોકરીઓ-મહિલાઓ તેમના માથાને દુપટ્ટાથી ઢાંકે છે,

પરંતુ સમય સાથે સાથે હવે તેનુ ચલણ ઓછુ થતુ જઇ રહ્યુ છે. દુપટ્ટા લો પ્રેંક પાર્ટ 2 ટાઇટલ વાળા વીડિયોમાં અલી એક યુનિવર્સિટીની બહાર છોકરીઓ પાસે જઇને કહે છે કે તે તેમની માતા, બહેનો વગેરેને દુપટ્ટા પહેરવાનુ કહે.

વીડિયોમાં કેટલીક છોકરીઓ અલીને થપ્પડ મારતી જોવા મળી રહી છે તો કોઇ તેને બોલતી જોવા મળી રહી છે. પોલિસે આ વાતની સંજ્ઞા લેતા તેની ધરપકડ કરી લીધી છે અને પંજાબ પોલિસની આ કાર્યવાહીની સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહી છે. ખાસ વાત તો એ છે કે આરોપીની મહિલા પોલિસે ધરપકડ કરી છે.

Shah Jina