Video: આ માણસે આખી મેટ્રો ટ્રેન બુક કરાવી મિત્રો સાથે કરી મસ્તી, ટ્રેનમાં કરી પાર્ટી અને કર્યો પૈસાનો વરસાદ

દિલ્હીમાં જયારે પણ લોકો મેટ્રોની સવારી કરતા હોય છે તો ધક્કા-મુક્કી સિવાય સીટ મેળવવા માટે સંઘર્ષ કરતા જોવા મળતા હોય છે. મેટ્રોમાં સીટ મેળવવી પોતાની જાતમાં ખુબ મોટું કામ છે. ઘણી વખત તો ઉભા રહેવા માટેની પણ જગ્યા નથી મળતી. દિલ્હી મેટ્રોનો હાલ કંઈક આવો જ જોવા મળતો હોય છે. (તસવીરો સૌજન્ય: યૂટ્યૂબ પરથી લીધેલ)

તેમજ અન્ય શહેરોમાં પણ મેટ્રોની સવારી કરતા સમયે સવારે સાંજે ભીડ જોવા મળતી હોય છે. જોકે એક વ્યક્તિએ જોરદાર કામ કરીને દેખાડ્યું છે જેના વિશે જાણીને તમે ચોકી જશો. શું તમે ક્યારેય આખા મેટ્રોમાં એકલાએ બેસીને સવારી કરી છે? જો કરી પણ હશે તો તેની અંદર તમારા મિત્રો સાથે તો પાર્ટી નહિ કરી હોય.

Crazy XYZનામના યુટ્યૂબરે કંઈક આવું જ જોરદાર કારનામુ કરીને દેખાડ્યું છે. અમિત નામના એક વ્યક્તિએ કહ્યું હતું કે તે જયપુરમાં છે અને દાવો કર્યો હતો કે તેણે અડધી રાત્રે ફરવા માટે આખી મેટ્રો બુક કરાવી લીધી હતી. તે વ્યક્તિએ ડ્રાઇવરને વાત કરી મેટ્રોના ડ્રાઇવિંગ કમ્પાર્ટમેન્ટમાં ગયો હતો.

ત્યારબાદ ડ્રાઇવરને મેટ્રોને આગળ પાછળ ચલાવવા માટે કહ્યું હતું. એટલું જ નહિ અમિત અને તેના સાથીઓએ મેટ્રોમાં જમવાનું પણ મગાવ્યું હતું અને જમીન પર બેસીને જમવાનો આનંદ પણ લીધો હતો. મેટ્રોની અંદર એક અધિકારી પણ મોજુદ હતો જેણે કેમેરાની સામે વાતચીત પણ કરી હતી. થોડા સમય પછી બધા મિત્રોએ જમીન પર બેસીને જિંગા ગેમ રમ્યા હતા અને પછી પ્લાસ્ટિકની બંદૂક લઈને એક બીજા પર અટેક પણ કર્યો હતો.

ખાલી મેટ્રોની અંદર બધા લોકો દોડી રહ્યા હતા. એક સમય એવો પણ આવ્યો જયારે અમિતના સાથી ઊંઘતા નજર આવ્યા હતા. ટ્રેન લગાતાર ચાલી રહી હતી અને એવો પણ સમય આવ્યો કે તેમને ટોયલેટ પણ જવું પડ્યું હતું. મેટ્રો રોકવામાં આવી અને બધા નીચે ઉતર્યા. ટોયલેટ કર્યા પછી પાછા બધા ટ્રેનમાં આવી ગયા હતા. છેલ્લે અમિત નામના યુટ્યૂબરે કેમેરાની સામે એ પણ દેખાડ્યું કે કેટલા વાગ્યા હતા. આ વીડિયોને 75 લાખ કરતા વધુ વખત જોવામાં આવ્યો છે.

આ વીડિયોને ક્રેઝીxyz યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ ચેનલ ઉપર વિજ્ઞાનના પ્રયોગો, લાઇફ હેક્સ, અમેઝિંગ મોડિફિકેશન, દિવાળી ફટાકડા અને અન્ય કેટલાક અવનવા વીડિયોને શેર કરવામાં આવે છે. યુટ્યૂબની આ ચેનલ ઉપર 20 મિલિયન કરતા પણ વધારે સબસ્ક્રાઇબર્સ છે.

Patel Meet