વાહ આને કહેવાય આવડત – વાંચો કઇ રીતે એક સામાન્ય મહિલા એ ઘરે બેઠા બેઠા કરી લાખોની કમાણી…સફળતાની આખી વાર્તા વાંચો અને આગળ વધારો
આપણે આ ઈન્ટરનેટના જમાનામાં યુટ્યુબ પર ઘણા વિડિયોઝ જોઈએ છીએ, જેમાં ઘણા કામના વિડિયોઝ હોય છે, ઘણા નકામા વિડિયોઝ હોય છે. કેટલાક વિડિયોઝ આપણા મનોરંજન માટે હોય છે. એવા જ એક યુટ્યુબ ચેનલ પર થોડા સમય પહેલા નજર પડી ગઈ, જેમાં ઘરને વ્યવસ્થિત રાખવાની અને સુઘડ બનાવી રાખવાની ઘણી ટિપ્સ હતી. આ ચેનલનું નામ હતું સિમ્પ્લિફાય યોર સ્પેસ. આ ચેનલના હાલ 5.64 લાખ સબસ્ક્રાઈબર્સ છે, ત્યારે જાણવાની તાલાવેલી થઇ કે આ ચેનલ કોણ ચલાવે છે અને આ ચેનલ કઈ રીતે તેમને શરુ કરી હતી.

ત્યારે જાણવા મળ્યું કે આ ચેનલ આશુ ખટ્ટર ચલાવે છે અને એમને ખૂબ જ સારી રીતે પોતાના ઘરને સાફ-સુઘડ રાખવાના આ કામને પોતાની કેરિયર બનાવી દીધી છે. દેશ-વિદેશના લાખો લોકો તેમને યુટ્યુબ પર ફોલો કરે છે. અને તેમને વિડિયોઝ જોઈને ટિપ્સ લે છે. ત્યારે લગ્ન પછી આવી પડતી જવાબદારીઓને કારણે પોતાની કારકિર્દી ખતમ થઇ ગઈ છે એવું વિચારનાર મહિલાઓએ આશુ ખટ્ટર પાસેથી પ્રેરણા લેવા જેવી છે.
આશુ ખટ્ટરે પોતાની યુટ્યુબ ચેનલ પર પોતે આ ચેનલ કઈ રીતે શરૂ એ વિશે જણાવતો એક વિડીયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેમને પોતાની એરહોસ્ટેસ બનવાના સપનાથી લઈને કઈ રીતે એક યુટ્યુબર બની ગયા એ વિશે જણાવ્યું છે.

આશુ ખટ્ટર મૂળે દિલ્હીથી છે. આશુએ પોતાનો શાળાનો અભ્યાસ દિલ્હીથી પૂરો કર્યા પછી એક એરહોસ્ટેસ એકેડમી જોઈન કરી હતી. તેને પહેલાથી એરહોસ્ટેસ બનવાની ઈચ્છા હતી. પરંતુ તેનું દુર્ભાગ્ય કે તે એર હોસ્ટેસ ન બની શકી. અરંતુ તેનો કોર્સ ખતમ થાય એ પહેલા જ તેમને દિલ્હીની લે મેરિડિયન હોટલમાં નોકરી મળી ગઈ હતી. તેને વર્ષ 1999થી લઈને 2012 સુધી સતત નોકરી જ કરી છે. આ દરમ્યાન તેને દિલ્હી અને મસ્કતની જુદી જુદી 5 સ્ટાર હોટલમાં નોકરી કરી હતી. દરમ્યાન એને USAના રોયલ કેરેબિયન ક્રુઝલાઈનરમાં પણ નોકરી મળી અને તેને 5 વર્ષ અહીં નોકરી કરી. તે જણાવે છે કે કામની સાથે સાથે નવી જગ્યાઓ જોવા મળતી હતી, નવા લોકોને મળવાનો મોકો મળતો હતો જે તેની આ નોકરી વિશે ખૂબ જ સારી બાબત હતી.

વર્ષ 2010માં તેમના પિતાનું મૃત્યુ થઇ ગયું જેથી તે માતાની સાથે રહેવા માટે પછી દિલ્હી આવી ગઈ અને અહીં નોકરી કરવાનું શરુ કર્યું. વર્ષ 2012માં તેને લગ્ન કર્યા અને લગ્ન પછી તે પોતાના પતિ સાથે મુંબઈ શિફ્ટ થઇ ગઈ. એ પછી તેમને 2014માં એક પુત્રને જન્મ આપ્યો અને ત્રણ મહિના પછી તેની માતા મૃત્યુ પામી. જે સમયે તેના પતિની મુંબઈથી ચેન્નઈ ટ્રાન્સફર થઇ ગઈ.

ચેન્નઈ આવ્યા અને અહીં સેટ થવું એ તેમના માટે અઘરું હતું. નવું શહેર, જુદી ભાષા, નવા લોકો, બધું જ કામ જાતે કરવાનું, બાળકનો ઉછેર પણ કરવાનો, આ બધા જ કારણસર તે કંટાળી ગઈ હતી, પરંતુ નોકરી કરી શકે એમ ન હતી. બાળક હજુ નાનું હતું. એટલે તેમને પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે યુટ્યુબ ચેનલ જોવાનું શરુ કર્યું, અને ઘરને સાફ રાખવાનું અને સુઘડ રાખવાનું કામ કર્યા કરતા હતા. તેમના સાફ-સુઘડ ઘરને જોઈને તેમના મિત્રો અને સંબંધીઓ તેમની પાસેથી ઘરને સુઘડ રાખવાની ટિપ્સ પણ માંગતા હતા. તેમને જોયું કે યુટ્યુબ પર ઘણા વિડિયોઝ છે કે જે જણાવે છે કે ઘરને કરી રીતે ઓર્ગેનાઇઝ રાખવું, પરંતુ આ બધા જ વિડીયો વિદેશી છે, જે ભારતીયોની જીવનશૈલીને અનુરૂપ નથી. એટલે તેમને વિચાર આવ્યો કે તેઓ એવી યુટ્યુબ ચેનલ શરુ કરે કે જેમાં તેઓ એવા વિડિયોઝ બનાવશે કે જે ભારતીય લોકોની જીવનશૈલીને અનુરૂપ હોય. એટલે તેમને નાના ઘરમાં રહેતા કે ભાડે રહેતા લોકોને ગદ્યાનમાં રાખીને વિડીયો બનાવવાનો વિચાર આવ્યો.

આ વિચાર આવ્યાના 6 મહિના સુધી તેઓ આ વિચાર પર કામ ન કરી શક્યા, કારણ કે તેઓએ ફરીથી મુંબઈ શિફ્ટ થવું પડ્યું. આ પછી તેમને ડિસેમ્બર 2016માં પહેલો વિડીયો બનાવ્યો અને યુટ્યુબ પર અપલોડ કર્યો. આ પછી એમને ઘણા સબસ્ક્રાઈબર્સ મળ્યા અને 6 મહિમા તો તેમના સબસ્ક્રાઈબરનો આંકડો 1 લાખ થઇ ગયો હતો. હાલ તેમની ચેનલના 5.65 લાખ સબસ્ક્રાઈબર્સ છે. શરૂઆતમાં તેઓ આઈફોનથી વિડીયો શૂટ કરતા પરંતુ હવે તેઓ ડીએસએલઆર કેમેરા વાપરે છે.

તેમની આ ચેનલ સિમ્પ્લિફાય યોર સ્પેસ પર ઘરને સાફ-સુઘડ રાખવા માટે ટિપ્સ આપતા વિડીયો જોવા મળશે. ઘરમાં પ્રવેશતાની સાથે જ જે દેખાય એ જગ્યાથી લઈને બાથરૂમ, રસોડું, ડ્રોઈંગ રૂમ, ટ્રાવેલ, કબાટમાં કપડા કઈ રીતે ગોઠવવાથી માંડીને કઈ રીતે કપડાને ઘડી કરવા સુધીની બધી જ ટિપ્સ મળી જશે.