ચાલુ ટ્રેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓએ પ્લેટફોર્મ ઉપર ધારદાર હથિયાર લહેરાવ્યા, ખતરનાક સ્ટન્ટનો વીડિયો વાયરલ થતા જ પોલીસે કર્યા એવા હાલ કે… જુઓ વીડિયો

આજકાલ લોકોને સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે અને સોશિયલ મીડિયામાં તે પ્રખ્યાત થવા માટે કોઈપણ હદ સુધી જતા જોવા મળે છે. માત્ર યુવકો જ નહિ યુવતીઓ પણ આ મામલામાં પાછળ નથી. ઘણા લોકો બાઈક અને કારથી એવા સ્ટન્ટ કરતા હોય છે કે તેનાથી તેમના જીવ પણ જોખમમાં મુકાતા હોય છે. ઘણા લોકો આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં જીવ પણ ગુમાવી ચુક્યા છે તો ઘણા લોકો જેલની પણ હવા ખાઈ ચુક્યા છે.

હાલ એવા જ એક સ્ટન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ચાલતી ટ્રેનમાં ધારદાર હથિયાર લહેરાવતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. ચેન્નાઈ પોલીસે આ મામલામાં 3 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર (ડીઆરએમ) એ મંગળવારે ટ્વિટર પર જણાવ્યું હતું કે ચેન્નાઈમાં ત્રણ કોલેજના વિદ્યાર્થીઓ તીક્ષ્ણ હથિયારો સાથે ટ્રેનમાં સ્ટંટ કરતા કેમેરામાં કેદ થયા હતા. આ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

થોડા દિવસો પહેલા ત્રણ લોકો ચાલતી ટ્રેનના દરવાજા પર પ્લેટફોર્મ પર ચાપડ જેવા હથિયાર પ્લેટફોર્મ ઉપર ઘસતા જોવા મળ્યા હતા. આ વિદ્યાર્થીઓ ચાલતી ટ્રેનની બહાર લટકીને પ્લેટફોર્મ પર પોતાના ધારદાર હથિયારો ઘસીને લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે, અધિકારીઓએ ત્રણ લોકોની ઓળખ કરીને ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓ ગુમ્મીદીપુંડીના અનબર્સુ અને પોનેરીના રવિચંદ્રન અને અરુલ છે. ડીઆરએમએ જણાવ્યું કે આ તમામ પ્રેસિડેન્સી કોલેજના વિદ્યાર્થીઓ છે.

વાયરલ વીડિયો ક્લિપમાં ત્રણ વિદ્યાર્થીઓ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર તીક્ષ્ણ હથિયારો ઘસતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળે છે. તેઓ ટ્રેનના કોચ પર કુહાડી વડે હુમલો કરતા પણ જોવા મળ્યા હતા. પછીના ટ્વીટમાં, ડીઆરએમએ કહ્યું, “ટ્રેન અથવા રેલવે પરિસરમાં ગેરવર્તન અને ખતરનાક સ્ટંટના આવા કિસ્સાઓ પ્રત્યે અમારી પાસે શૂન્ય સહિષ્ણુતાની નીતિ છે.” “કૃપા કરીને આવા લોકો સામે @rpfsrmas અથવા @grpchennai પર ફરિયાદ કરવા આગળ આવો. અમે અમારા મુસાફરોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ,”

Niraj Patel