4 ગુજરાતીઓ અંગ્રેજીમાં ઢબુ પૈસાનો ઢ અને મળી ગયા IELTSમાં 8 બેન્ડ, મહેસાણાના SP એ કર્યો મોટો ખુલાસો

અમેરિકામાં ઝડપાયા તો ઇંગલિશ બોલવામાં ફફડી ઉઠ્યા 4 મહેસાણાના પટેલો, મહેસાણાના SP એ કર્યો મોટો ખુલાસો

ગુજરાત અને ભારતમાંથી ઘણા લોકોને વિદેશ જવાની ઇચ્છા હોય છે. ઘણા વિદ્યાર્થી ભણવા માટે વિદેશ જતા હોય છે, તો ઘણા નોકરી કરવા અને સારા પૈસા કમાવવા માટે વિદેશ જતા હોય છે. ઘણા લોકોની વિદેશ જવાની લાલસા એટલી વધી ગઇ છે કે તેઓ વિદેશ જવા માટે ગમે તે કરવા તૈયાર રહેતા હોય છે. હાલમાં મહેસાણામાંથી એક કૌભાંડ સામે આવ્યુ છે,જેમાં IELTS માં 8 બેન્ડ મેળવી 4 યુવાનને અંગ્રેજી ન આવડતુ હોવા છત્તાં પણ કેનેડાથી અમેરિકા મોકલવામાં આવી રહ્યા હતા. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવાનો સામે તપાસ કરવામાં આવી છે.

મુંબઇ એમ્બેસીએ મહેસાણાના SPને આ મામલે તપાસ માટે જાણ કરી અને ત્યારે એ સામે આવ્યુ કે, મહેસાણાની GIDCમાં 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાનો પ્લાન ઘડાયો હતો. એક યુવાન દીઠ 21 લાખ રૂપિયા એજન્ટે પડાવ્યા હતા. વિદેશ જવા માટે IELTSની પરીક્ષા આપવી પડે છે અને તેમાં પણ 4 બેન્ડ તો લાવવા જ પડે છે, ત્યારે જેને અંગ્રેજી આવડતુ પણ નથી તે કેવી રીતે 8 બેન્ડ લઇ આવ્યા. હાલ તો બધાના મોઢે આ જ સવાલ ઊભો થઇ રહ્યો છે.જણાવી દઇએ કે, મુંબઈ એમ્બેસીને આ અંગે અમેરિકન સરકાર અને એમ્બેસીએ પત્ર લખીને જાણ કરી હતી. ગત 23 મે 2022ના રોજ મહેસાણા જિલ્લા પોલીસવડાને એજન્સીના ક્રિમિનલ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે આ અંગે પત્ર લખ્યો હતો.

જે બાદ મુંબઈ એમ્બેસીના પત્રના આધારે જિલ્લા પોલીસવડાએ મહેસાણા એસઓજીને તપાસ સોંપી. આ ચારેય ફ્રોડ યુવકોએ નવસારીનું સેન્ટર પસંદ કર્યું હતું. તેમનું એડમિશન અમદાવાદના સાબમરતીમાં આવેલ પ્લેનેટ એ.ડી.યુ નામની સંસ્થામાં કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બે એજન્ટોના નામ પણ સામે આવ્યા છે. જેમાં ચેતન પટેલ અને જીગર પટેલ સામેલ છે. પોલિસ તપાસમાં એવું પણ સામે આવ્યુ છે કે, એજન્ટ એક વ્યક્તિ દીઠ રૂ. 21 લાખ રૂપિયા લે છે, જેમાં ફાઇલ રજીસ્ટ્રેશન કરાવવાના અને કોલેજ ફી તેમજ ટીકીટ બધું આવી જતું હોય છે.મહેસાણાના બે એજન્ટ સાથે ગાંધીનગરના અમિત ચૌધરીનું પણ નામ સામે આવ્યું છે.

આ ચારેય ગામના યુવકો અંગ્રેજી આવડતું ન હોવા છતાં IELTSમાં 8 બેન્ડ મેળવીને પહેલાં કેનેડા પહોંચ્યા હતા. અંગ્રેજી ન આવડતુ હોવા છત્તાં આ યુવકો IELTSમાં કેવી રીતે બેન્ડ લાવ્યા? હાલ તો આ મોટો સવાલ ઊભો થઇ રહ્યો છે.મહેસાણા, વીસનગર અને જોટાણા તાલુકાના 4 વિદ્યાર્થી IELTSના 8 બેન્ડ સાથે કેનેડા પહોંચ્યા અને ગત 28 એપ્રિલના રોજ તેઓ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે આવેલી સેન્ટ રેઝીસ નામની નદીમાં બોટ મારફત હાડ થીજવતી ઠંડીમાં અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા,

ત્યારે બોટ પાણીમાં ડૂબતી હોવાને કારણે યુએસએ પોલીસે રેસ્ક્યૂ કરી બચાવી લીધા હતા. જો કે, તેમને અમેરિકાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટ કાર્યવાહી દરમિયાન આ ચારેયમાંથી એકે અંગ્રેજીમાં જવાબ આપી શક્યા નહિ. જે બાદ શંકા જતાં અમેરિકન સરકાર અને એમ્બેસીએ આ અંગે પત્ર લખી મુંબઈ એમ્બેસીને જાણ કરી હતી. જે વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા તેમાં પટેલ ધ્રુવ રસિકભાઈ, પટેલ નીલ અલ્પેશકુમાર, પટેલ સાવન રાજેન્દ્રકુમાર અને પટેલ ઉર્વીશ શૈલેષભાઈ સામેલ છે.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, એસઓજીની ટીમે ચારેય વિદ્યાર્થીનાં પરિવારજનોનાં નિવેદન લીધા ત્યારે તેમણે અમને ખબર નથી એવું જ રટણ કર્યું હતુ. જણાવી દઇએ કે, વિદ્યાર્થીઓ 10,000 કેનેડિયન ડોલર કોર્ટમાં ભરી છૂટી ગયા હતા અને આ દંડની રકમ ચાર વિદ્યાર્થી પૈકી અમેરિકા રહેતા સાવન પટેલના પિતા રાજેન્દ્રકુમારે ભરી હોવાનું પોલીસે જણાવ્યુ હતુ.

Shah Jina