ખબર ખેલ જગત

2 લબરમૂછિયાઓએ નીતિન રાણાની પત્નીનો કર્યો પીછો, કારને પણ મારી ટક્કર, તસવીરો થઇ વાયરલ, જુઓ

nitish rana wife Saachi Marwah car in delhi : ભારતમાં મહિલાઓ અને યુવતીઓની જાહેરમાં છેડતી (woman abused) અને તેમની સાથે દુષ્કર્મ થવાની ઘટનાઓ હવે છાસવારે સામે આવવા લાગી છે. લગભગ રોજ કોઈ અકાદ ઘટના તો સામે આવે જ છે, પરંતુ હાલ જે ઘટના સામે આવી છે તેને લઈને હડકંપ મચી ગયો છે. IPLમાં કોલકાત્તા નાઈટ રાઇડરના કપ્તાન નીતિન રાણાની પત્ની (nitish rana wife Saachi Marwah) સાથે છેડછાડ થવાનો મામલો સામે આવ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે નીતીશ રાણાની પત્નીએ દિલ્હી પોલીસ પર પણ આંખ આડા કાન કરવાનો આરોપ લગાવ્યો છે. નીતિશની પત્ની સાચી મારવાહ સાથે આ છેડતી દિલ્હીના કીર્તિ નગર વિસ્તારમાં થઈ હતી. કેટલાક છોકરાઓ તેની પાછળ આવ્યા અને તેની કારને ટક્કર મારી. જ્યારે તેણે દિલ્હી પોલીસને આ માહિતી આપી તો તેને એવો જવાબ મળ્યો જેના પછી તમે પણ ચોંકી જશો.

નીતીશની પત્ની સાચી મારવાહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બંને બાઇક સવારોની તસવીર પોસ્ટ કરતાં લખ્યું, ‘દિલ્હીમાં એક સામાન્ય દિવસ. હું મારું કામ પતાવીને ઘરે પરત ફરી રહી  હતી. આ છોકરાઓ વારંવાર મારી કારને ટક્કર મારતા હતા. મને ખબર નથી કે તેઓ મને કેમ ફોલો કરતા હતા. મેં ફોન પર દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી. જ્યારે હું ફરિયાદ કરી રહી હતી, ત્યારે મને દિલ્હી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી ગયા છો, તો જવા દો. બીજી વાર નંબર નોંધી લેજો.”

આ સાથે સાચીએ દિલ્હી પોલીસ પર ટોણો મારતા લખ્યું છે કે “બીજી વખતે હું તેમનો ફોન નંબર પણ લઈશ.” ત્યારે હવે સાચી દ્વારા લેવામાં આવેલી આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો દિલ્હી પોલીસને ખરી ખોટી પણ સંભળાવી રહ્યા છે. શ્રેયસ અય્યરને ઈજા થતાં નીતિશ રાણાને આ વર્ષે KKRની કેપ્ટનશીપની તક મળી હતી. તેના નેતૃત્વમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં રમાયેલી 10 મેચમાંથી માત્ર 4માં જ જીત મેળવી છે અને ટીમ 8 પોઈન્ટ સાથે 8મા સ્થાને છે.