ખબર

8 વર્ષથી પતિ પત્નીની જેમ રહ્યા 2 યુવકો, નાના ઝઘડામાં ખોયો બંનેએ જીવ, પોસ્ટમોર્ટમમાં થયો હેરાન કરી દેનારો ખુલાસો

થ્રિલર ફિલ્મને પણ પછાડી દે એવો ગજબનો કિસ્સો, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું મળ્યું કે ડૉક્ટોરની આંખો પણ થઈ ગઈ પહોળી

ભલે આજે કાયદાની રીતે સમલૈંગિક સંબંધોને મંજૂરી મળી ગઈ હોય, પરંતુ આપણો સમાજ આજે પણ તેને સ્વીકારવા માટે તૈયર નથી. જેના કારણે ઘણા લોકો એવા કામ કરતા હોય છે જે જાણીને પણ નવાઈ લાગી. આવી જ એક ઘટના બની છે મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં. જ્યાં બે યુવકોએ પતિ પત્નીની જેમ છેલ્લા 8 વર્ષથી રહેતા હતા. અને તેમને પોતાના લગ્નનું રહસ્ય છુપાવવા માટે એક બાળકને પણ દત્તક લઇ લીધું હતું. જેના કારણે તેમના ઉપર કોઈને શંકા પણ ના જઈ શકે.

Image Source

એક દિવસ રાત્રે બંને વચ્ચે કોઈ વાતે વિવાદ થઇ ગયો. તો પત્નીએ આગ લાગવી લીધી જેના કારણે તે સળગી ગઈ. પતિ બચાવવા માટે દોડ્યો તો તે પણ આગમાં સળગી ગયો. ત્યારબાદ સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થઇ ગયા.

Image Source

મૃત્યુ બાદ જે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો તે જોઈને હેરાન કરનારું રહસ્ય ખુલ્યું. પોલીસને મળેલા મહિલાના પીએમ રિપોર્ટમાં ખુલાસો થયો કે તે મહિલા નહિ પરંતુ પુરુષ હતો. હવે બંને યુવકોની હકીકત સામે આવી ગઈ છે કે તે બંને યુવકો પતિ પત્ની બનીને રહેતા હતા.

Image Source

મળતી માહિતી પ્રમાણે શુંજલપુર નિવાસી યુવક વિક્રમ સિંહ મેવાડાને કાલાપીપલી ભેસવમાં રહેવાવાળા યુવક સાથે પ્રેમ થઇ ગયો. 2012માં આ બંનેએ સાથે રહેવાનો નિર્ણય કર્યો. પુરુષ યુવકના પરિવારે સહમતી પણ આપી તો મહિલા યુવકનો પરિવાર હતો નહીં. પ્રેમ લગ્ન કરીને બંને સિહોરમાં રહેવા લાગ્યા. પત્નીના રૂપમાં રહેવા વાળા યુવકનું નામ દેવકુંવર રાખવામાં આવ્યું હતું. બે વર્ષ બાદ પરિવારે બાળક માટે દબાણ કર્યું તો મોટાભાઈના દીકરાને દત્તક લીધો.

Image Source

11 ઓગસ્ટ 2020ની રાત્રે પતિ-પત્નીમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો. પત્નીએ પોતાને જ આગ ચાંપી  દીધી. તેને બચાવવાના પ્રયાસમાં પતિ પણ દાઝી ગયો. બંનેને ભોપાલની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન 12 ઓગસ્ટે પત્ની અને 16 ઓગસ્ટે પતિનું મૃત્યુ થઇ ગયું. બંનેના મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો તો પોલીસ પણ હેરાન રહી ગઇ. રિપોર્ટમાં સામે આવ્યું કે પત્ની તરીકે રહેતી વ્યક્તિ મહિલા નહીં પરંતુ પુરૂષ હતો. બંને યુવક છેલ્લા 8 વર્ષથી પતિ પત્ની બનીને રહેતા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.