સુરત : નશામાં ધૂત યુવકનું કારસ્તાન, રેલવે હાઇ ટેન્શનના થાંભલા પર ચઢી અર્ધનગ્ન હાલતમાં કર્યો ડાન્સ

ઘણીવાર ગુજરાતમાંથી અજીબોગરીબ ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં મહારાષ્ટ્રના જલગાંવથી સુરત આવેલો એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચે રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો અને નશામાં શર્ટ કાઢી ડાંસ કરવા લાગ્યો હોવાની ઘટના સામે આવી. આ મામલે જ્યારે ફાયર વિભાગને કોલ મળ્યો ત્યારે તાત્કાલિક દોડી હાઈટેન્શન લાઇનના પાવરને બંધ કરી નખાયો. આ ઉપરાંત ટ્રેનોને ત્રણ કલાક રોકી યુવકને નીચે ઉતારવામાં આવ્યો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

એવું સામે આવી રહ્યુ છે કે યુવક નશામાં હતો અવે હાઈટેન્શન લાઈનના થાંભલા પર દોડાદોડી કરી ડાન્સ કરતો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, રાત્રે બે વાગ્યે ફાયર વિભાગને કોલ મળ્યો હતો કે સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર એક યુવક ચડી ગયો છે. તે બાદ તાત્કાલિક ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી ગયું અને સુરત રેલવે સ્ટેશનના અધિકારીઓ, પોલીસ અને RPFના જવાનો પણ દોડતા થઈ ગયા.

પહેલા તો હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરી દેવાયો અને ફાયર તેમજ પોલીસ દ્વારા યુવકને નીચે ઊતરી જવા સમજાવવામાં આવ્યો. જો કે, યુવક નશામાં હોઇ હાઈટેન્શન લાઈનના થાંભલા પર શર્ટ કાઢી દોડાદોડી કરતો હતો અને ડાન્સ પણ કરી રહ્યો હતો. યુવક સમજાવ્યા છત્તાં નીચે ન ઉતરતા ફાયર વિભાગની લેડર દ્વારા અને એક ટ્રેનને નીચે ઊભી રાખી થાંભલા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પછી યુવકને થાંભલા પરથી નીચે પાડવામાં આવ્યો અને નીચે ઊભેલા ફાયર કર્મચારીઓએ તેને પકડી લીધો.

35 વર્ષિય યુવક મહારાષ્ટ્રના જલગાંવથી સુરત ટ્રેનમાં આવ્યો હતો. ઘટના બાદ યુવકના હાથ બાંધીને રેલવે પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. યુવક કયા કારણોસર થાંભલા પર ચડ્યો તે અને તેની મેડિકલ તપાસ કરવામાં આવી. યુવક નીચે ઉતરવા તૈયાર નહોતો અને તેના હાથમાં પથ્થરો પણ હતા.

Shah Jina