જન્મ દિવસની ઉજવણી કરવી આ યુવકને પડી ભારે, મોઢા ઉપર ફોર્મ લગાવી અને જેવી જ મીણબત્તી સળગાવી કે આખો ચહેરો આગની લપેટોમાં…

દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસને ખાસ બનાવવા માંગતો હોય છે અને એ દિવસને યાદગાર બનાવવા તેના મિત્રો પણ તેના માટે ખાસ આયોજનો પણ કરતા હોય છે, જેમાં કેક પણ લાવવામાં આવે છે અને જેનો જન્મ દિવસ હોય તેના મોઢા ઉપર પણ લગાવવામાં આવે છે, આ દરમિયાન ઘણી દુર્ઘટનાઓ પણ ઘટતી હોય છે. આવી જ એક દુર્ઘટનાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વાયરલ વીડિયો છત્તીસગઢના રાયપુરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, જ્યાં જન્મ દિવસની ઉજવણી એક યુવકના જીવ ઉપર આવી ગયું લાગે છે. યુવકના ચહેરા ઉપર ફોર્મ સ્પ્રે લાગેલું હતું, જેના કારણે કેક ઉપર લાગેલી સ્પાર્કલ કેન્ડલના તણખાથી તેના ચહેરા ઉપર પણ આગ લાગી ગઈ.

આ યુવકના ચહેરા ઉપર આગ લાગતા જ તેના મિત્રો પણ આગ બુઝાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા પરંતુ ત્યાં સુધી તો તેનો ચેહરો બળી ગયો. વીડિયોમાં દેખાઈ રહેલા યુવકો વિશે કોઈ જાણકારી નથી મળી રહી, પરંતુ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો માટે ચેતવણી રૂપ પણ બન્યો છે.

આ સમગ્ર ઘટના રાયપુરના તેલીબાંધા તળાવ કિનારેની છે. જયારે આ ઘટના બની ત્યારે સાંજનો સમય હતો, અહીંયા સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રહે છે. રાત્રે 10 વાગે નાઈટ કર્ફ્યુ થવાના કારણે ત્યાંથી લોકોને ભગાવી દેવામાં આવે છે. પરંતુ આ યુવકો જન્મ દિવસ મનાવવા ત્યાં પહોંચ્યા હતા અને ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી.

Niraj Patel