જૂનાગઢના જુવાન યુવકે ગળે લગાવ્યુ મોત, સોશિયલ મીડિયા વાપરનારો લોકો માટે આંખ કાન ઉઘાડનાર કિસ્સો

ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે. કેટલીકવાર આપઘાતના કારણોમાં પ્રેમ સંબંધ તો કેટલીકવાર માનસિક હેરાનગતિ હોય છે. ત્યારે હાલમાં જૂનાગઢમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઈલ કરતી ટોળકીના ચક્કરમાં ફસાયેલા યુવકે મોતને ગળે લગાવી આપઘાત કરી લીધો. જો કે, પોલિસને જ્યારે ખબર પડી કે ઠગ ટોળકીએ કેવી રીતે યુવકને ફસાવ્યો તે જાણી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

હાલ તો પોલીસે અજાણ્યા 5 લોકો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢના દડવા ગામના અમિત રાઠોડનો સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે સંપર્ક થયો અને પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. યુવતીએ વીડિયોકોલ કરી અમિતને પોતાની વાતોમાં ફસાવ્યો અને પછી તેણે અમિતનો બીભત્સ વીડિયો બનાવી લીધો.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ ગુજરાતી

આ વીડિયોને વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતીએ કટકે-કટકે અમિત પાસેથી 48500 રૂપિયા પડાવ્યા. આટલા બધા રૂપિયા આપવા છતા પણ યુવતીએ વધુ રૂપિયાની માંગ કરી હતી.

અમિતના નંબર પર અલગ અલગ યુવકોના ફોન પણ આવતા અને આ ટોળકીએ અમિત સામે દિલ્હીમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ સાથે જ અમિતના વોટ્સએપ પર FIRની બોગસ કોપ મોકલ્યા બાદ અને ઠગ ટોળકી દ્વારા વાંરવાર રૂપિયાની માંગ કરવામાં આવતા કંટળીને અમિતે આપઘાત કરી લીધો. હાલ તો આ મામલે પોલીસે 5 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

Shah Jina