ભાવનગરમાં યુવતીના પિતાએ લગ્ન માટે પાડી ના તો યુવકે પ્રેમિકાના ઘરની બહાર જ ઝેર ગટગટાવી કર્યું મોતને વહાલું, આપઘાત પહેલા બનાવ્યો વીડિયો

ભાવનગરમાં યુવકે પ્રેમ સંબંધમાં યુવતી સાથે સગાઇ ન થતા કર્યો આપઘાત, વ્યક્તિએ આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો હતો વીડિયો

Youth of Bhavnagar committed suicide : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કોઈ આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરતું હોય છે તો કોઈ પ્રેમ પ્રસંગોમાં પણ મોતને વહાલું કરતું હોવાજની ઘટનાઓ સામે આવતી હોય છે.  ત્યારે હાલ આપઘાતનો એક તાજો મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પ્રેમિકા સાથે લગ્ન ના થવાના કારણે પ્રેમિકાના ઘરની બહાર જ ઝેરી દવા ગટગટાવીને મોતને વહાલું કરી લીધું હતું.

પિતાએ આપ્યું હતું લગ્ન માટે વચન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં આવેલા અધેલાઈ ખાતે રહેતા રોશન તલાવિયા નામના યુવકને એક યુવતી સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. પરંતુ આ સંબંધો માટે યુવતીનો પરિવાર રાજી નહોતો. જેના કારણે યુવતી ભાગીને રોશનના ઘરે આવી ગઈ હતી. જેના બાદ યુવતીના પિતા બંનેની સગાઈ કરાવી આપવાનું જણાવીને યુવતીને સમજાવી પોતાના ઘરે પરત લઇ ગયા હતા. પરંતુ ઘરે ગયા બાદ થોડા સમય પછી જ યુવતીના પિતાએ સગાઈ કરવાની ના પાડી દીધી.

પ્રેમિકાના ઘરની સામે જ કર્યો આપઘાત :

જેના બાદ રોશને પ્રેમિકાના ઘરની સામે જ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેના મોત માટે બેઠી ત્રણ લોકોને જવાબદાર પણ ગણાવ્યા હતા. રોશને ઝેરી દવા પીધા બાદ તેને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. ત યારે યુવક દ્વારા બનાવવામાં આવેલા વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

આપઘાત પહેલા વીડિયો બનાવ્યો :

યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે, “વિજયભાઈ વલ્લભભાઈ ઝાંપડિયા અને સંજય દાદા હું તમારા બંનેના કારણે આપઘાત કરું છું. તમે બંને મને હેરાન કરતા હતા, મને ભાવનગર હીરા ઘસવા આવવા નહોતા દેતા. હું અને તમારી દિકરી બંને ભાગી ગયા ત્યારે તમે કહ્યું હતું કે હું 10 દિવસમાં લગ્ન કરાવી દઈશ, પરંતુ 2 મહિના થવા છતાં લગ્ન કરાવ્યા નથી, એટલે હું મરી જાવ છું. વિજયભાઈ વલ્લભભાઈ તમે ધ્યાન રાખજો તમને જેલના સળિયા ગણાવવાના છે, બસ આ મારો છેલ્લો વીડિયો છે.”

Niraj Patel