ખબર

આ યુવાને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, એક દિવસમાં હજારો ગરીબોને ખવડાવ્યું ખાવાનું – પ્રેરણાદાયક સ્ટોરી વાંચો આજે

આપણે ત્યાં કહેવાય છે કે ભુખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવવા જેટલું મોટું કોઈ પુણ્ય નથી. અને આજે વાત કરીએ એવા વ્યક્તિ વિશે કે જેને આ પુણ્ય કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે.

Image Source

તેલંગાણાના ગૌતમ કુમારે એક જ દિવસમાં એક હજારથી વધુ ગરીબોને ખાવાનું ખવડાવીને વિશ્વ રેકોર્ડ બનાવી દીધો છે. તેમના આ ધર્મના કામને યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડમાં સામેલ કરવામાં આવ્યું છે. ગૌતમે રવિવારે તેલંગાણામાં ત્રણ અલગ-અલગ જગ્યાએ ગરીબોને ખાવાનું ખવડાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો.

Image Source

ગૌતમ કુમાર ગરીબોને ખાવાનું ખવડાવવાનું કામ કરે છે. એ હૈદરાબાદમાં રહે છે પરંતુ અલગ અલગ શહેરોમાં ગરીબોને ખાવાનું ખવડાવે છે. તેઓએ સર્વ નિડ઼ી (Serve Needy) નામની પોતાની સંસ્થાની શરૂઆત વર્ષ 2014માં કરી હતી. તેને સંકલ્પ કર્યો હતો કે કોઈ પણ ગરીબને ભૂખ્યા નહિ ઊંઘવા દે. તેમની સંસ્થામાં 140 સ્વયં સેવકો છે જે સતત લોકોની સેવા કરી રહયા છે.

Image Source

26 મેના રોજ ગૌતમ કુમારે ત્રણ જુદી-જુદી જગ્યાઓ પર લોકોને ખાવાનું ખવડાવ્યું હતું, તેમને ગાંધી હોસ્પિટલ, રાજેન્દ્રનગર અને અમ્મા નાના અનાથાલયમાં બાળકોને ખાવાનું ખવડાવ્યું. તેઓએ એક જ દિવસમાં 1000થી વધુ લોકોને ખાવાનું ખવડાવ્યું. આ માટે તેમને યુનિવર્સલ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Image Source

ગૌતમ ફક્ત ગરીબ બાળકોને ખાવાનું નથી ખવડાવતા પણ તેઓ અનાથ બાળકોનું કામ પણ સાંભળે છે. તેમના આ કામ માટે લોકો તેમને દુઆ આપે છે. ગૌતમ જણાવે છે કે તેઓને ગરીબોની સેવા કરવામાં અને ખાવાનું ખવડાવવામાં સુકુન મળે છે. આગળ પણ જેટલું થઇ શકે એ હંમેશા આ કામને આગળ વધારવાની કોશિશ કરશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks