પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવને જોતા આ આદિવાસી યુવકે બનાવી એવી ઇલેક્ટ્રિક કાર કે હવે લોકો કરી રહ્યા છે તેની વાહ વાહ

પેટ્રોલ ડીઝલના વધી રહેલા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાખી છે, પેટ્રોલનો આંકડો જ્યાં 100ની ઉપર પહોંચી રહ્યો છે ત્યાં લોકો પણ હવે અલગ અલગ જુગાડ અપનાવીને આ ભાવ વધારામાં રાહત મળી રહે તેવું ઇચ્છતા હોય છે. સોશિયલ મીડિયામાં પણ આવા ઘણા જુગાડ જોવા મળતા હોય છે.

ત્યારે હાલમાં જ એક આદિવાસી યુવક દ્વારા પણ એક શાનદાર ઇલેક્ટ્રિક કાર બનાવામાં આવી છે. ત્રણ પૈડાં વાળી આ ઇલેક્ટ્રિક કાર સિંગલ સિટર છે અને એકવાર ચાર્જ કર્યા ઉપર આ કાર 40 કિલોમીટર સુધી દોડી શકે છે.

આ ગજબનો જુગાડ કર્યો છે મહારાષ્ટ્ર્ના નંદુરબારમાં રહેવા વાળા આદિવાસી યુવક અર્જુન ચૌરેએ. તેના દાવા પ્રમાણે આ કાર બનાવવા પાછળ તેને લગભગ 25 હજાર રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે.

27 વર્ષનો અર્જુન નંદુરબાર નગર પરિષદમાં ઇલેક્ટ્રિક ફિત્ર છે. અર્જુને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રિકલ મેન્ડનેન્સ ડિપ્લોમા કર્યું છે. અર્જુનના જણાવ્યા પ્રમાણે તેને પોતાના પગારમાંથી દર મહિને 2500 રૂપિયા જેટલા પેટ્રોલ પાછળ ખર્ચ કરવા પડતા હતા. જેનાથી બચવા માટે તેને ઘરે જ અનોખો જગાડ કરીને ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો નિર્ણય કર્યો.

આ મીની કારને બનાવવા માટે અર્જુને 144 લિથિયમ બેટરીનો ઉપયોગ ક્ર્યુઓ છે. તેની અંદર રિવર્સ ગેયર, હાઇડ્રોલિક બ્રેક અને હેડલાઇટ સાથે શોક એબ્સોબર પણ લગાવ્યા છે. બોડી માટે પ્લાસ્ટિક અને મેટલ અર્જુને સ્ક્રેપમાં જુના બજારમાંથી ખરીદ્યા હતા.

અર્જુનના પિતા ખેડૂત છે અને તેની મા ગૃહિણી છે. અર્જુન દ્વારા બનાવેલી આ મીની કારના કારણે તે આસપાસના વિસ્તારોમાં ચર્ચામાં આવી ગયો છે. અર્જુન જયારે આ કારને લઈને નીકળે છે ત્યારે લોકો તેને અજુબાની જેમ જુએ છે. દરેક વ્યક્તિ તેમાં બેસીને સવારી કરવા ઈચ્છે છે.

પહેલા અર્જુનને દર મહિને 65 યુનિટ વીજળીનું બિલ ભરવું પડતું હતું, પરંતુ હવે વાહન ચાર્જિંગ કરવાના કારણે તેને 12 યુનિટ વધારે વીજળીની ખપત થઇ રહી છે. અર્જુનનું કહેવું છે કે તેને ડ્રમ મહિને 108 રૂપિયા વધારે ભરવા પડે છે, પરંતુ તે પેટ્રોલ ઉપર થવા વાળા ખર્ચથી ઘણો જ ઓછો ખર્ચ છે.

Niraj Patel