આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાની સાથે લોકો ઓનલાઈન ગેમિંગ રમી રહ્યાં છે અને તેમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ સાથે તેમનો જીવ તો ગુમાવી રહ્યાં છે તેમજ પોતાના પરિવારને પણ બરબાદ કરી રહ્યાં છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે જેમાં, એક યુવાન ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જાય છે અને તે આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે.
રાજકોટમાં ઓનલાઈન બેટિંગ ગેમમાં યુવકે રૂપિયા હારી જતાં આત્મહત્યા કરી લીધી.આ વાત માતા-પિતા પણ અજાણ હતા કે તેમનો પુત્ર ઓનલાઈન ગેમ રમતો હતો જેના કારણે તેનું મોત થયું છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે રૂપિયા હારી જતા આ પગલું ભર્યુ છે. યુવકે આ વાતની જાણ પરિવારના કોઈ સભ્યોને કરી ન હતી. આ ગેમ મંજૂરી વગર વિદેશથી ઓપરેટ થાય છે અને યુવાનો તેમાં તેમની જિંદગી અને રૂપિયા બગાડી રહ્યાં છે.
સરકારની કાર્યવાહી અને નિયંત્રણ હોવું જોઈએ
આ સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે આ તમામ ગેમો વિદેશથી ઓપરેટ થાય છે અને યુવાનો તેનો ભોગ બની રહ્યાં છે,તો સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને યોગ્ય પગલાં લેવા જોઈએ. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે અને સ્યુસાઈડ નોટ જપ્ત કરી છે. પોલીસે દરેક માતા-પિતાને અપીલ કરી છે કે, પોતાના બાળકોની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખે નહીંતર તમારા બાળકનો પણ જીવ જઈ શકે છે.
શા કારણે ઓનલાઈન ગેમ રમનારો વર્ગ વધી રહ્યો છે ?
ભારતમાં ઓનલાઈન ગેમિંગ માર્કેટ વધવાના બે કારણ છે. પ્રથમ આપણા દેશમાં યંગ પોપ્યુલેશન અન્ય દેશોની સરખામણીમાં વધુ છે. આપણા ત્યાં 75 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી ઉંમરની છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. બીજું દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 56 કરોડથી વધુ છે. 2025 સુધી દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 1000 કરોડને વટાવે તેવી શકયતા છે.