ભાવનગરમાં સ્નેપચેટના કારણે મિત્રએ જ મિત્રની કરી નાખી હત્યા, કબૂલાતમાં સામે આવી રૂંવાડા ઉભા કરી દેનારી હકીકત, જુઓ

ભાવનગરમાં સ્નેપચેટનો શોખ પડ્યો ભારે, 19 વર્ષના યુવકની તેના જ મિત્રોએ કરી નાખી હત્યા, આખો મામલો જાણીને તો હોશ ઉડી જશે

Youth killed due to Snapchat Bhavnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મારામારી અને હત્યાના બનાવો સતત સામે આવી  રહ્યા છે. ક્યાંક કોઈની  અંગત અદાવતમાં હત્યા કરી દેવામાં આવતી હોય છે, ઘણીવાર પારિવારિક ઝઘડામાં પણ કોઈની હત્યા કરી દેવાના મામલાઓ સામે આવી રહ્યા છે, પરંતુ હાલ ભાવનગરમાંથી જે હત્યાનો મામલો સામે આવ્યો છે તે ખરેખર રૂંવાડા ઉભા કરી દેનારો છે, આ હત્યા સ્નેપચેટ બાબતે થયેલા ઝઘડામાં થઇ હોવાનું હાલ સામે આવી રહ્યું છે.

મિત્રોને મળવા ગયો હતો યુવક :

આ ઘટના અંગે મળી રહેલી માહિતી અનુસાર ધોરણ 12માં અભ્યાસ કરતા અને ભાવનગરના પાનવાડી બજરંગદાસ બાપા હોસ્પિટલ સામે આવેલા અષ્ટવિનાયક ફેલ્ટમાં રહેતો રામ અશોક ભટ્ટ ગત 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે તેના ઘરેથી પોતાના મિત્રોને મળવા માટે ગયો હતો, પ[રંતુ તે સવાર સુધી પરત ફર્યો નહીં, રાત્રે તેની મમ્મીએ તેને ફોન કરતા યુવકે જણાવ્યું હતું કે હું સન્ની અને ચેતન પાસે છું, તમે ચિંતા ના કરતા અને થોડીવારમાં જ તેનો ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયો હતો.’

ગળું દબાવીને કરી હત્યા :

જેના બાદ સવાર સુધી યુવક ઘટૅ પરત ના આવતા તેના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકની લાશ નવા બંદર પુલની નીચેથી નવા બંદર પુલની નીચેથી મળી આવતા ચકચારી મચી ગઈ હતી. પોલીસે યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી, પ્રાથમિક તપાસમાં યુવકનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું, જેથી યુવકના પિતાએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

હત્યાનું કારણ સ્નેપચેટ હોવાનું આવ્યું સામે :

પોસ્ટમોર્ટમ યુવકના શરીર પર કોઈ ઇજાના નિશાન નહોતા પરંતુ તેની હત્યા ગળે ટુંપો આપીને  કરી હોવાનું સામે આવ્યું, જેના બાદ પોલીસે તપાસ કરતા સ્નનની હાર્દિકભાઈ ત્રિવેદી અને ચેતન ઉર્ફે ડોક્ટર ગિરધર વાઘેલાએ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું. આ બાબતે એવું પણ સામે આવ્યું છે કે થોડા દિવસ પહેલા અકીલ નામના યુવકનું સ્નેપચેટ આરોપી સન્નીએ હેક કર્યું હતું. જેની જાણ અકીલને રામે કરી દીધી હતી આ વાતની ખાર રાખીને સન્ની અને ચેતને રામની હત્યા કરવાનું કાવતરું રચ્યું અને તેને મળવા માટે બોલાવી ગળું દબાવી હત્યા કરી નાખી.

Niraj Patel