બાળકોને વિદેશ મોકલતા વાલીઓ સાવધાન ! પાટણના યુવકે લંડનમાં કર્યો આપઘાત, છેલ્લીવાર કહ્યું… “હું ફસાઈ ગયો છું.. મારી પાસે કોઈ….”, જુઓ

પાટણના રણાસણના 23 વર્ષીય યુવકની લંડનમાં આત્મહત્યાનું ઘૂંટાતું રહસ્ય, ડેડબોડી લાવવા સાંસદની મદદ માગતો પરિવાર
બાળકોને વિદેશ મોકલતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

Youth from Patan commits suicide in London : ગુજરાતમાંથી ઘણા લોકો વિદેશ જવાના સપના જોતા હોય છે અને વિદેશ જવા માટે તે કંઈપણ કરવા માટે તૈયાર પણ થઇ જતા હોય છે. સીધી રીતે વિદેશ જવાનું ના મળે તો તે ગેરંગાયદેસર રીતે જવાની પણ તૈયારીઓ કરતા હોય છે. ત્યારે ઘણીવાર એવી ખબર સામે આવે છે કે ગેરકાયદેસર વિદેશ જતા લોકો છેતરાય છે અને કેટલીવાર તો તેમની મોતના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ જે ઘટના સામે આવી છે તે પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલતા લોકો માટે લાલબત્તી સમાન છે.

અભ્યાસ કરવા ગયો હતો લંડન :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ પાટણના ચાણસ્મા તાલુકામાં આવેલા રણાસણ ગામમાં રહેતા અને લંડનમાં અભ્યાર કરવા ગયેલા 23 વર્ષીય મિત પ્રવીણભાઈ પટેલે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. મીતના આપઘાત બાદ તેના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે. મિતે આપઘાત કરતા પહેલા એક ઓડિયો પણ રેકોર્ડ કર્યો હતો.  જેમાં તેને તેના માતા પિતાની માફી પણ માંગી હતી. આ ઉપરાંત તેને કોઈના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાની વાત પણ કહી હતી.

ઓડિયોમાં માંગી માફી :

મિતે તેના માતા પિતાને ઓડિયોમાં જણાવ્યું હતું, “મમ્મી-પપ્પા.. મેં તમારા 15 લાખ બગાડ્યા.. મને માફ કરજો !” આ ઉપરાંત તે ઓડિયોમાં એમ પણ કહી રહ્યો છે કે હું અહીંયા ફસાઈ ગયો છું અને હવે મારી પાસે કોઈ રસ્તો પણ નથી. મીતના પિતા સામાન્ય ખેડૂત છે, પરંતુ દીકરો પરિવારનું નામ ઊંચું લઇ જશે એ હેતુથી દીકરાને વિદેશ મોકલવાનું નક્કી કર્યું. મિતે લંડનમાં માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે સુરતના કોઈ એજન્ટનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેના દ્વારા જ તે ગત 19-9-2023ના રોજ લંડન ગયો હતો.

પરિવાર માથે તૂટ્યું આભ :

મીતના લંડન ગયા બાદ પરિવારજનો તેની સાથે રોજ વાત કરતા હતા, જ્યાં મીત પણ જણાવતો હતો કે તેને રહેવાનું અને ભણવાનું ફાવી ગયું છે, મિત બે બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો. તેની છેલ્લીવાર વાત તેની બહેન સાથે 17 નવેમ્બરના રોજ થઇ હતી, જેમાં તેને પોતે મુશ્કેલીમાં હોવાનું પણ જણાવ્યું હતું. જેના બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને આખરે હવે તેની લાશ મળતા જ પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.

Niraj Patel