લાલ જોડું, સેન્ડલ, પર્સ અને શણગાર સજીને મહિલાનું રૂપ લઇ ઘરમાં ઘુસ્યો પુરુષ, પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમે પણ હેરાન રહી જશો

સોશિયલ મીડિયા અને સમાચારોમાં ઘણી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે જાણીને સૌ કોઈ હેરાન રહી જાય. આવી જ એક ઘટના હાલ ઉત્તર પ્રદેશના ભદોહીમાંથી સામે આવી છે, જ્યાં એક યુવક લાલ જોડું, સેન્ડલ, પર્સ અને એક મહિલાની જેમ જ શણગાર સજી અને ઘરમાં ઘુસી ગયો હતો.

આ યુવક મહિલાની જેમ જ તૈયાર થયો હતો. તેને લહેંગો પહેરી અને નકલી વાળ પણ લગાવ્યા હતા. ઘરમાં બેઠેલી મહિલાઓની વચ્ચે જઈને જયારે તે બેઠો ત્યારે ઘરવાળાને શક થયો અને તેને પકડી લેવામાં આવ્યો.

પરંતુ પોલીસને સૂચના આપતા પહેલા જ તે લોકોને ચકમો આપી અને બાઈક સવારો સાથે ત્યાંથી ભાગી ગયો. સમગ્ર મામલો એ પ્રમાણે છે કે ગોપીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કસ્બામાં થોડા દિવસ પહેલા જ એક ઘરમાં લગ્ન સમારંભ સંપન્ન થયો.

આ ઘરમાં ઘણી મહિલાઓ હાજર હતી. આ મહિલાઓની વચ્ચે જ યુવક વેશ બદલીને બેસી ગયો. જયારે ઘરના લોકોને આ મહિલાની ઓળખ ના થઇ ત્યારે લોકોને શંકા થઇ.

કોઈએ તેના માથામાં પાછળથી હાથ નાખ્યો તો તેના નકલી વાળ નીકળીને બહાર આવી ગયા. જેના બાદ લગભગ અડધો કલાક સુધી હોબાળો મચ્યો. પકડાઈ ગયા બાદ પણ યુવક મહિલાનો અવાજ કાઢી અને લોકોને ભ્રમિત કરવાનો અસફળ પ્રયાસ કરતો હતો.

સ્થાનિક લોકો પોલીસને સૂચના આપવાના હતા ત્યારે જ બે યુવકો બાઈક લઈને ત્યાં પહોંચ્યા અને તે વેશ બદલેલો યુવક દોડી અને બાઈક ઉપર બેસી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો. યુવકનું આ રીતે વેશ બદલી અને ઘરમાં ઘુસવું આખા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આસમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જો કે હજુ સુધી એ માલુમ નથી પડી શક્યું કે શા કારણે યુવક વેશ બદલી અને ઘરમાં ઘુસ્યો હતો. જુઓ તમે પણ આ વીડિયો…

Niraj Patel