ભર વરસાદે પણ રાજકોટના નબીરાઓએ કરી મોજ ! નદીની વચ્ચે જીપ લઇ કર્યો એવો સ્ટંટ કે…જુઓ વીડિયો

છે કોઈની તાકાત નબીરાઓને રોકવાની? રાજકોટમાં દબંગાઈ કરવા બનાવ્યો જોખમી વીડિયો – વીડિયો વાયરલ

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અવાર નવાર યુવક યુવતિઓના સ્ટંટ કરનારા વીડિયો સામે આવે છે. વીડિયો વાયરલ થયા બાદ જ્યારે પોલિસની ધ્યાને આવે છે તો તેઓ સ્ટંટ કરનાર પર કેસ પણ દાખલ કરતા હોય છે. ત્યારે ગઇકાલના રોજ જ અમદાવાદનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક યુવતિ બાઇક પર ખુલ્લા હાથે સ્ટંટ કરતા અને ઊભી થઇ બાઇક ચલાવતી જોવા મળી હતી. જો કે, આ વીડિયો વાયરલ થયાના લગભગ ત્રણેક મહિના બાદ પોલીસ સમક્ષ આવ્યો હતો અને હાલ પોલિસે આ યુવતી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, અ’વાદના સિંધુભવન રોડ પર અવારનવાર ઓવરસ્પીડ તથા સ્ટંટ કરતા યુવક-યુવતિઓના કિસ્સા સામે આવે છે.

યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક યુવતી સિંધુભવન રોડ પર યામાહા કંપનીની સ્પોર્ટ્સ બાઈક ચલાવી રહી છે અને તેની પાછળ એક બીજી યુવતિ પણ બેઠી છે. તે થોડીવાર ઊભા થઇને તો થોડીવાર ખુલ્લા હાથે ડ્રાઈવ કરતી નજરે પડી રહી છે. જો આ દરમિયાન યુવતિથી જરા પણ ચૂક થતી તો તેનો જીવ જઇ શકતો હતો અથવા તેને ગંભીર ઇજા પણ થઇ શકતી હતી.

આ સ્ટંટને કારણે આસપાસના અન્ય વાહનચાલકોનો પણ અકસ્માત સર્જાઇ શકતો હતો. ત્યારે હાલ વધુ એક વીડિયો વાયરલ થયો છે, જે રાજકોટનો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ન્યારી ડેમમાં પાણીની ભારે આવક થઈ છે અને આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક નબીરાઓ પાણીના ધસમસતા પ્રવાહમાં જીપ ચલાવીને સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. જણાવી દઇએ કે, ન્યારી ડેમ સાઈટ પર જવાનો ચોમાસામાં પ્રતિબંધ છે તેમ છતાં આ નબીરાઓ નિયમો નેવે મૂકી ધસમસતા પાણી વચ્ચે જીપ ચલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આમ તો આ વીડિયો રાજકોટના ન્યારી ડેમનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ હાલ આ વીડિયોની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી. આ વીડિયો સામે આવ્યા બાદ તંત્ર સામે અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. યુવકે નદીમાં કાર ચલાવી સોશયલ મીડિયામાં દબંગાઈ કરવા જોખમી વિડીયો બનાવ્યો છે. આ સ્ટંટ કરતો જોખમી વિડીયો હાલ ભારે વાયરલ થઈ રહ્યો છે. જો કે, રાજકોટમાં ઘણીવાર જોખમી સ્ટંટ કરતા વિડીયો સામે આવે છે.

Shah Jina