હે ભગવાન આ શું થઇ રહ્યું છે ? સુરતમાં યુવકે વતન જવા માટે કરાવી સાંજની ટિકિટ અને સવારે તો હાર્ટ એટેકે લઇ લીધો તેનો જીવ, રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

45 વર્ષીય યુવક સાંજે વતન જાય તે અગાઉ વહેલી સવારે છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો

દિવાળીનો તહેવાર હોવાના લીધે લોકો પોતાના વતનમાં જતા હોય છે. મહિનાઓ સુધી શહેરમાં રહીને કામ કર્યા બાદ દરેકની ઈચ્છા પોતાના વતનમાં જઈને પરિવાર સાથે સમય વિતાવવાની હોય છે. ત્યારે આ દરમિયાન વતન જવા માટે મોટા મોટા શહેરોમાં ભારે ભીડ પણ જોવા મળે છે. તો બીજી તરફ રાજ્યમાં હાર્ટ એટેકના મામલાઓ પણ સામે આવી રહ્યા છે, હાલ સુરતમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે, જેમાં એક યુવકને સાંજે વતન જવાનું હતું અને એ પહેલા જ સવારે હાર્ટ એટેકે તેનો જીવ લઇ લીધો.

વહેલી સવારે જ ઉપડ્યો છાતીમાં દુખાવો :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલા સનાતન નગરમાં પોતાના પરિવાર સાથે રહેતા 45 વર્ષીય પુરુષોત્તમભાઈ ચંદ્રપાલભાઈ પાંડે પ્રિન્ટિંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના પરિવારમાં પત્ની ઉપરાંત બે દીકરા અને એક દીકરી હતી. ત્યારે આજે વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ પુરષોત્તમ ઉઠ્યો અને તેને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેના બાદ તેને પોતાના દીકરાને આ દુખાવા વિશે વાત કરી.

હાર્ટ એટેકથી થયું મોત :

દીકરા સાથે વાત કરતા કરતા જ પિતા ઢળી પડ્યા, જેના બાદ પરિવાર અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ત્યારે બાદ તાત્કાલિક 108ને કોલ કરીને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ ત્યાં તબીબે તેમને મૃત જાહેર કરતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દિવાળીના સમયે જ આમ પરિવારના મોભીનું અચાનક નિધન થવાના કારણે તેમનો આખો પરિવાર આઘાતમાં આવી ગયો હતો.

સાંજે જવાનું હતું વતન :

તેમના પરિવારજનોએ જણાવ્યું કે પુરષોત્તમભાઈ પરિવાર સાથે પોતાના વતન ઉત્તર પ્રદેશ જવા માટે આજે સાંજે જ નીકળવાના હતા. તેમની આજે સાંજની ટ્રેનની ટિકિટ પણ હતી. પરંતુ વતન પહોંચે એ પહેલા જ સુરતમાં જ તેમનું પ્રાણ પંખેરું ઉડી જતા પરિવારમાં શોક ફેલાઈ ગયો ત્યારે હવે જીવતે જીવંત પોતાના વતનમાં ના પહોંચી શકેલા પુરષોત્તમભાઈને અંતિમ સંસ્કાર માટે વતન લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Niraj Patel