...
   

જામનગરમાં MBBSનો અભ્યાસ કરતા 19 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક, જિમમાં કસરત કરતા કરતા જ ઢળી પડ્યો, CCTVમાં કેદ થઇ ઘટના

જામનગરમાં MBBSનો અભ્યાસ કરતા 19 વર્ષના યુવકને જિમમાં કસરત સમયે આવ્યો હાર્ટ એટેક, થયું મોત, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો

Youth dies of heart attack in Jamnagar : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત વધી રહ્યા છે, કોરોના બાદ હાર્ટ એટેકના મામલાઓમાં એકદમ ઉછાળો આવી ગયો છે, વળી ચિંતાજનક વાત તો એ છે કે આજે નાની ઉંમરના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે, કોઈને રમત રમતા, તો કોઈને કામ કરતા તો કોઈ ચાલુ વાહને જ ઢળી પડે છે, આ ઉપરાંત જીમમાં કસરત કરવા દરમિયાન પણ ઘણા યુવકો હાર્ટ એટેકનો ભોગ બન્યા છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી છે, જ્યાં એમબીબીએસનો અભ્યાસ કરતા એક 19 વર્ષના યુવકને જીમમાં કસરત કરવા દરમિયાન જ હાર્ટ એટકે આવી જતા મોત નીપજ્યું હતું. જીમમાં કસરત કરવા દરમિયાન જ તે અચાનક ઢળી પડ્યો હતો, સારવાર માટે તેને હોસ્પિટલમાં પણ તાત્કાલિક લઇ જવામાં આવ્યો, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો.

આ બાબતે પ્રાપ્ત મહાહિતી અનુસાર PGVCL માં ફરજ બજાવતા નાયબ ઇજનેર હેમંત માણેકના 19 વર્ષીય પુત્ર કિશન માણેક જે MBBSના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતો હતો તે રાબેતા મુજબ જિમમાં કસરત કરવા માટે ગયો હતો. જ્યાં કસરત કરવા દરમિયાન જ અચાનક તે ઢળી પડ્યો, જિમમાં રહેલા અન્ય લોકો તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા, પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કર્યો.

કિશનના મોતનું સાચું કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ ડોક્ટરના મત પ્રમાણે તેનું મોત કાર્ડિયાક એરેસ્ટથી થયું હોવાનું કહી શકાય છે. પરિવારના જુવાનજોધ દીકરાના આમ અકાળે મોતના કારણે તેના માતા પિતા પણ આઘાતમાં આવી ગયા છે, તેમજ સગા સંબંધીઓમાં પણ શોકનો માહોલ ફરીવળ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કિશન કસરત કરતા ઢળી પડતો જોઈ શકાય છે.

Niraj Patel