હે રામ… સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતા કરતા યુવકને આવી ગયો હાર્ટ એટેકે, નવરાત્રી પછી અભ્યાસ માટે જવાનો હતો UK

ગરબા રમતાં-રમતાં વધુ એકનું મોત: સુરતમાં ગરબા રમતો યુવક ઢળી પડ્યો, હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કર્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Youth dies during Garba practice in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નાની ઉંમરમાં જ હાર્ટ એટેક આવવાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં કોઈનું ક્રિકેટ રમતા રમતા તો કોઈનું જિમમાં કસરત કરવા દરમિયાન કે અન્ય કોઈ ક્રિયા કરવા દરમિયાન હાર્ટ એટેકથી મોત થતું હોય છે. ખાસ કરીને યુવાનોને હાર્ટ એટેક વધુ આવી રહ્યા છે. રોજ એકાદ ખબર તો સામે આવતી જ હોય છે જેમાં કોઈને કોઈ યુવક હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યો હોય, ત્યારે હાલ ખબર સુરતમાંથી સામે આવી રહી છે.

ગરબા પ્રેક્ટિસ કરવા ગયો હતો યુવક :

થોડા દિવસની અંદર જ ગુજરાતનો સૌથી લોકપ્રિય તહેવાર નવરાત્રી શરૂ થવાનો છે, ત્યારે તેની તડામાર તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે અને ગરબા રસિકો અવનવા ગરબાના સ્ટેપ શીખવા માટે ગરબા ક્લાસીસમાં પણ જઈ રહ્યા છે, જ્યાં ભરપૂર એનર્જી સાથે તે હિલોળા લેતા હોય છે, પરંતુ સુરતમાં ગરબાની પ્રેક્ટિસ એક યુવક માટે જીવલેણ સાબિત થઇ. ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ યુવકનું હૃદય બેસી ગયું અને તે મોતને ભેટ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પ્રેક્ટિસ દરમિયાન જ ઢળી પડ્યો :

આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર સુરતમાં રહેતો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં ગરબાની પ્રેક્ટિસ કરવા માટેગ આયો હતો. જ્યાં ગરબા રમવા દરમિયાન જ અચાનક તે ઢળી પડ્યો હતો, જેના બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના નિધનના ખબર મળતા જ પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું.

(પ્રતીકાત્મક તસવીર)

નવરાત્રી બાદ ભણવા જવાનો હતો લંડન :

રાજ તેના પરિવારનો એકમાત્ર દીકરો હતો, એકના એક દીકરાના મોત બાદ પરિવારમાં પણ માતમ છવાઈ ગયો છે, તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે રાજ નવરાત્રી બાદ લંડન અભ્યાસ માટે પણ જવાનો હતો, પરંતુ એ પહેલા જ ગરબાની પ્રેક્ટિસ દરમિયાન જ તેનું હૃદય અચાનક બેસી ગયું અને આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. હાલ યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે, પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ સામે આવી શકે છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Niraj Patel