દારૂ, સેક્સની ગોળી અને ગર્લફ્રેન્ડ…રાત્રે રૂમ નંબર 301 થી નીકળી ઝટપટાવા લાગ્યો યુવક- થોડીવારમાં જ મોત
લખનઉના યુવકનું ગ્વાલિયરમાં મોત : દારૂ સાથે લીધી હતી સેક્સ પાવર વધારવાની દવા, હોટલમાં દિલ્લીથી મળવા આવી હતી ગર્લફ્રેન્ડ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના એક યુવકનું મધ્ય પ્રદેશના ગ્વાલિયરની એક હોટલમાં અચાનક તબિયત બગડતાં મોત નીપજ્યું હતું. આ યુવકને દિલ્હીથી તેની ગર્લફ્રેન્ડ મળવા હોટલ આવી હતી. પોલીસને હોટલના રૂમમાંથી દારૂની બોટલ અને સેક્સ પાવર વધારતી દવાઓના રેપર મળી આવ્યા છે. આ ઘટના ગ્વાલિયરના થાટીપુર સ્થિત મેક્સન હોટેલમાં બની હતી. આ હોટલમાં દિવ્યાંશુ પુત્ર વિનીત કુમાર હિતૈશીએ રૂમ લીધો હતો.
દિવ્યાંશુ એક પ્રાઇવેટ કંપનીમાં સારા હોદ્દા પર હતો અને તે ફક્ત બિઝનેસ ટૂર માટે ગ્વાલિયર આવ્યો હતો. પોલીસનો દાવો છે કે રાત્રે દિવ્યાંશુએ દિલ્હી તેની ગર્લફ્રેન્ડને ફોન કર્યો હતો. આ સમય દરમિયાન તેણે હોટલના રૂમમાં દારૂ પીધો અને સેક્સ પાવર વધારતી દવા લીધી. રૂમમાંથી મળેલી દારૂની બોટલ અને સેક્સ વધારતી દવાનું રેપર આ વાતની પુષ્ટિ કરે છે. ગર્લફ્રેન્ડના આવ્યા પછી દિવ્યાંશુ લગભગ એક કલાક સુધી અંદર રહ્યો, પરંતુ આ પછી રાત્રે 11 વાગ્યે તેની તબિયત અચાનક બગડવા લાગી. દિવ્યાંશુને ગભરાટ થવા લાગ્યો અને પરસેવો થવા લાગ્યો.

ગર્લફ્રેન્ડની વિનંતી પર હોટલ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી અને તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો. જો કે સારવાર મળે એ પહેલા જ દિવ્યાંશુનું મૃત્યુ થયું. પોલીસે દિવ્યાંશુની ગર્લફ્રેન્ડ જે દિલ્હીથી આવી હતી, તેને દેખરેખ હેઠળ રાખી છે અને મૃતદેહને શબઘરમાં રાખ્યો છે. મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. ડોક્ટરોએ નશા બાદ સેક્સ પાવરના ઓવરડોઝને કારણે યુવકનું મૃત્યુ થયું હોવાની શક્યતા પણ વ્યક્ત કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.