દારૂ પીધેલી હાલતમાં આ યુવકે પોતાનું શર્ટ ઉતાર્યું અને ચઢી ગયો પોલીસની ચાલુ ગાડી ઉપર, પછી મચાવ્યો એવો હુડદંગ કે.. જુઓ વીડિયોમાં

સોશિયલ મીડિયામાં રોજ સ્ટન્ટને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, જેમાં હોશ ઉડાવી દેનારા સ્ટન્ટ પણ જોવા મળતા હોય છે. ઘણા લોકો બાઈક અને કાર સાથે એવા સ્ટન્ટ કરે છે જેને જોઈને કોઈનું પણ દિમાગ ચકરાઈ જાય, આવા સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ બનતા હોય છે અને ઘણા મોતને પણ નિમંત્રણ આપતા હોય છે.

પરંતુ હાલમાં જે કિસ્સો સામે આવ્યો છે તે ખુબ જ હેરાન કરી દેનારો છે. જેમાં નશામાં ધૂત યુવકે કથિત રીતે હૈદરાબાદમાં પોલીસ પેટ્રોલિંગ વાહનને ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી, જેણે પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ પછી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રો. દાસોજ્જુ શ્રવણે આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું કે તેલંગાણામાં ફ્રેન્ડલી પોલીસિંગના નામે પોલીસનો ડર ખતમ થઈ ગયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બદમાશો પોલીસને હળવાશથી લઈ રહ્યા છે. ગાંજાના નશામાં ધૂત એક યુવક પોલીસની કારની છત પર ખુશીથી ચડી રહ્યો છે.

પોલીસના વાહન પર હંગામો મચાવનાર યુવક 20 વર્ષનો છે, જે રોજીરોટી માટે મજૂરી કરે છે અને મૂળ નેપાળનો વતની છે. મીડિયા રિપોર્ટ અનુસાર નશાની હાલતમાં તે પોલીસની ચાલતી પેટ્રોલિંગ કાર પર ચઢ્યો અને તેની વિન્ડશિલ્ડ તોડી નાખી. એટલું જ નહીં, તેને જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું. અજય નામના યુવકની અનેક આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો.

આ વીડિયો 41 સેકન્ડનો છે. જેમાં જેવા મળે છે કે કથિત રીતે નશામાં ધૂત વ્યક્તિ શર્ટ વગર પોલીસ પેટ્રોલિંગ વાહન પર બેઠો છે. કાર ઝડપથી જઈ રહી છે. ડ્રાઈવરે બ્રેક લગાવતા જ યુવક સ્લીપ થઈને કારના બોનેટ પર આવી ગયો. કારના બોનેટ પર તેના પગના નિશાન પણ જોઈ શકાય છે. આટલું જ નહીં, વીડિયોગ્રાફર વાહનની પાછળની વિન્ડશિલ્ડ પણ બતાવે છે, જે તૂટેલી છે. એક પોલીસકર્મીએ કથિત રીતે તે માણસને પ્લાસ્ટિકની લાકડીઓ વડે માર માર્યો હતો કારણ કે તે વાહનમાંથી નીચે ઉતર્યો હતો.

Niraj Patel