ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત, વધુ એક યુવાને કેનાલમાં કૂદીને કર્યો અપઘાત, ભજીયાની લારી ચલાવી કરતો હતો ગુજરાન.. સુસાઇડ નોટમાં લખ્યું કે…”મારા પરિવારને..”
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી ચુક્યા છે. જેના બાદ હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ મામલે કાર્યવાહીઓ કરવાની પણ શરૂ કરી છે. તે છતાં પણ આ વ્યાજખોરોને પોલીસનો કોઈ ડર નથી તેમ લાગી રહ્યું છે. જેનો તાજો મામલો કલોલમાંથી સામે આવ્યો છે.
કલોલમાં વ્યાજખોરોના ત્રાસના કારણે પરેશાન થઇ ગયેલા યુવકે કેનાલમાં પડીને પોતાનો જીવ આપી દીધો છે. યુવકે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પોતાના પરિવારને હેરાન ના કરવા માટે પણ જણાવ્યું છે, ત્યારે પોલીસે હવે આ મામલે ગુન્હો નોંધીને વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે.
આપઘાત કરનારા યુવકનું નામ વિનોદભાઈ કાનાજીભાઈ ઠાકોર છે. તે કલોલમાં ભજીયાની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને જરૂરિયાત પડતા નાની મૂડી લેતા વ્યાજખોરોના ચુંગલમાં ફસાતો ગયો અને આખરે તેને વ્યાજખોરના ત્રાસના કારણે પોતાનું જીવન પણ ટૂંકાવી દીધું. આપઘાત કરતા પહેલા યુવકે અંતિમ ચિઠ્ઠીમાં વ્યાજખોરોના નામ તેમજ રકમ પણ લખી હતી.
પોલીસે જયારે વિનોદનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો ત્યારે તેના ખિસ્સામાંથી આ સુસાઇડ નોટ મળી આવી હતી. વિનોદે આપઘાત પહેલા આ ચિઠ્ઠી એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી દીધી હતી જેના કારણે તે પલળે નહીં અને પછી કેનાલમાં ઝંપલાવ્યું, આ ઉપરાંત તેણે તેમાં પોતાના ઘરનો નંબર પણ લખ્યો હતો. ત્યારે પોલીસ હવે આ મામલે કાર્યવાહી કરી રહી છે.