ખબર

દેશના સૌથી નાની વયના IPS અધિકારીનું પોસ્ટિંગ ગુજરાતના આ શહેરમાં થયું , જાણો એમના વિશે વધુ

દેશના સૌથી નાની વયના આઇપીએસ ઓફિસર બની ગયેલા 22 વર્ષીય સફીન હસનનું પહેલું પોસ્ટિંગ જામનગરમાં આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે થયું છે. તેને બીટેકનો અભ્યાસ કરીને પ્રથમ પ્રયાસમાં જ UPSC ક્લાસ વનની પરીક્ષામાં આખા દેશમાં 520મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેમને માત્ર 22 વર્ષની ઉંમરમાં જ GPSC અને UPSC ક્લાસ વનની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં પાસ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

આઇપીએસ ઓફિસર સફીન હસન મૂળ બનાસકાંઠાના કાણોદર ગામના રહેવાસી છે, તેમને પોતાનું પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં જ લીધું અને એ પછી સુરતની જ એક કોલેજમાં બીટેકનો અભ્યાસ કર્યો છે. બનાસકાંઠાના નાના ગામમાં રહેતા સફીનને એ પણ ખબર ન હતી કે કલેક્ટર બનવું હોય તો કેવી રીતે બની શકાય.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

એને મન તો બસ કલેકટર એટલે જિલ્લાનો રાજા. કલેકટરનો વટ, ઠસ્સો ને રુઆબ એક નવાબથી ઓછો નથી હોતો. એકવાર એને ખબર પડી કે કલેક્ટર બનવા માટે UPSCની પરીક્ષા (સિવિલ સર્વિસ) પાસ કરવી જોઈએ. બસ, ત્યારથી જ એણે તૈયારી શરૂ કરી એણે ખુલ્લી આંખે જોયેલાં સ્વપ્નો પૂરા કરવાની.

સફીનનું સ્વપ્ન આખા પરિવારનું સ્વપ્ન હોય એમ બધાં એને થોડી થોડી મદદ કરવાં લાગ્યાં. સફીન ભણવામાં ખૂબ હોંશિયાર હતો. એનો ધ્યેય અર્જુનની જેમ એક જ હતો કે ગમે એ સંજોગોમાં પણ કલેક્ટર તો બનવું જ. એનાં ઘરની આર્થિક હાલાત એટલી હદે ખરાબ હતી કે એની કોલેજની ફી પણ નહોતાં ભરી શકતાં. એ સમયે પણ એને સગાવહાલાએ ખૂબ મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

તેણે જોયલાં સ્વપ્નો પૂરા કરવાં તે એ માર્ગે ચાલવા માંડ્યો. પરંતુ એ માર્ગ ખૂબ કઠીન હતો. કેમકે એનાં ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેનાં પિતાની રોજી રોટી પર જ ઘર ચાલતું હતું. એમાં ભણવાનો ખર્ચ કેમ પોસાય. એનાં પિતા મુસ્તફા એક કારખાનામાં હિરા ઘસતાં હતાં. એટલે સફીનને ભણાવવો અને એનાં સ્વપ્નો પૂરા કરવાં એ શક્ય જ ન હતું. પરંતુ દીકરાના સ્વપ્નને ઉડાન આપવા માટે તેની માતાએ લોકોનાં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું. સાથે સાથે ઘરનાં બધાં મળીને રોજ સવારે હોટેલનાં ઓર્ડર મુજબ રોટલી બનાવી નાખતાં.

45 ડિગ્રી તાપમાનમાં પણ દરરોજ સવારે 3 વાગ્યે ઉઠીને 20 કિલોની રોટલી બનાવતા હતા. જેમાંથી તેને દર મહિને 5થી 8 હજારની આવક થતી હતી. જે બધા જ પૈસા સફીનને મોકલાવાતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

કોલેજ પૂરી કર્યા બાદ એને એટલી મહેનત કરી કે માત્ર એક જ વર્ષની મહેનતમાં એણે UPSCની પરીક્ષા પાસ કરી જ લીધી. નાના એવાં ઘરમાં રહેતા સફીન પાસે એવી કોઈ સગવડતાં ન હતી કે શાંતિથી વાંચવા માટે એને પ્રાઈવેટ રૂમ મળી શકે, રાત્રે બધાં સૂઈ જાય તો કોઈને લાઇટનો પ્રકાશ નડે નહી.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

એટલે રસોડાને જ રીડિંગ રૂમ બનાવી ત્યાં આખી રાત વાંચ્યા કરતો. ત્યાંના વેપારી હુસૈન પોલર અને તેની પત્નીએ 3.5 લાખ રૂપિયાનો ખર્ચ સફીન પાછળ કર્યો હતો. જેમાં તેનો ભણવાનો ખર્ચ, ચોપડા, અને અન્ય ખર્ચ સામેલ હતા.

 

View this post on Instagram

 

A post shared by Safin Hasan • IPS Guj Cadre (@safinhasan) on

પરિવારનો સાથ અને એની અથાગ મહેનતે એણે અંતે UPSC પરીક્ષા આપી. આખા ગુજરાતમાંથી માત્ર 20 જ લોકોએ UPSC પાસ કરી, જેમાંથી એક આ સફીન હુસેન.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.