દીકરાની કાળી કરતૂત પર શર્મિંદા થયા માતા-પિતા, કોઇને મોઢુ બતાવી ન શકતા લગાવી લીધી ફાંસી

પરણિત મહિલાને લઇને ભાગી ગયો દીકરો, માતા-પિતાએ આપ્યો જીવ

જ્યારે બાળકો મોટા થઈને સફળતાનો ઝંડો ઉંચો કરે છે ત્યારે માતા-પિતાનું માથું ગર્વથી ઉંચુ થઈ જાય છે. પરંતુ બાળકો જ્યારે કોઇ શરમજનક કામ કરે છે ત્યારે માતા પિતા કોઇને મોઢું બતાવા લાયક પણ રહેતા નથી. આવો જ એક કિસ્સો રાજસ્થાનમાં સામે આવ્યો છે, જ્યાં પુત્ર પરિણીત મહિલા સાથે ભાગી ગયો હતો, ત્યારે માતા-પિતાએ બદનામીના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના જોધપુર જિલ્લાના દેવ નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં એક પરિવારના પતિ-પત્ની પોતાના પુત્રના કૃત્યથી એટલા દુઃખી થઈ ગયા હતા કે તેઓએ રવિવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

દીકરો એક પરણિત મહિલાને લઇને ભાગી ગયો તો તેના માતા-પિતા પરેશાન થઇ ગયા હતા. આસપાસ થઇ રહેલી બદનામીના ડરને કારણે ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી. શહેરમાં આત્મહત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ સિલસિલો તો ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યો ત્યારે આવો એક મામલો જોધપુરના દેવ નગર થાના ક્ષેત્ર વિસ્તારના મસૂરિયા સ્થિત શ્રમિકપુરામાંથી સામે આવ્યો છે. જયાં એક પરિવારના પતિ અને પત્ની બંનેએ રૂમમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

સ્થાનિકોએ જણાવ્યું કે જ્યારે તેઓએ ઘરનો દરવાજો ખટખટાવ્યો તો અંદરથી કોઈ જવાબ ન મળ્યો. જેના કારણે તેમને કંઈક અઘટિત હોવાની શંકા ગઈ, કેટલાક લોકોએ બારીમાંથી જોયું તો મૃતક વિષ્ણુ દત્ત અને તેમની પત્ની મંજુ દેવી ફાંસી પર લટકતા હતા. આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને ઘટનાસ્થળે પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક વિષ્ણુ દત્ત અને તેની પત્ની મંજુ દેવી ઘણા સમયથી માનસિક તણાવમાં હતા. કારણ કે થોડા દિવસો પહેલા તેનો પુત્ર પરિણીત મહિલા સાથે ભાગી ગયો હતો. તે લાંબા સમયથી કોઈને પોતાનો ચહેરો પણ બતાવી રહ્યો ન હતો, તેને અંદરથી ગૂંગળામણ થઈ રહી હતી, જેના કારણે તેણે આ પગલું ભર્યું. આ મામલો 27-28 ડિસેમ્બર 2020નો હોવાનુ સામે આવ્યુ છે.

Shah Jina