ભરૂચની યુવતિને સાઉથ આફ્રિકામાં કાળ આંબી ગયો, લગ્ન બાદ કારમાં જઇ રહી હતી અને ત્યારે જ…

ગુજરાતભરમાંથી ઘણી અકસ્માતોની ઘટના વારંવાર સાામે આવતી રહે છે. તેમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવી દેતા હોય છે. ઘણીવાર એવું પણ બનતુ હોય છે કે કોઇ દુલ્હનની મહેંદીનો રંગ હજી તો ઉતર્યો પણ ન હોય અને તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ખબર આવી રહી છે. જેમાં ગુજરાતના ભરૂચની એક યુવતિના વડોદરાના સાંસરોદ ગામના યુવાન સાથે સાઉથ આફ્રિકા ખાતે લગ્ન તયા હતા.

આ લગ્નમાં યુવતિના માતા બંને દીકરીઓ સાથે સાઉથ આફ્રિકા ગયા હતા. ત્યારે ત્યાં લગ્ન પૂર્ણ તયા બાદ પોતાના ઘર તરફ જતા અકસ્માત નડ્યો હતો. જેને પગલે યુવતિનું મોત થયુ હતુ. ઘટનાની વિગત તપાસીએ તો, સરનાડની યુવતિના લગ્ન મૂળ વડોદરાના સાંસરોદના અને હાલ સાઉથ આફ્રિકા રહેતા યુવાન સાથે નક્કી થયા હતા. ત્યારે એકાદ સપ્તાહ પહેલા લગ્નપ્રસંગ હોવાથી પરિવાર સાઉથ આફ્રિકા ગયો હતો.

લગ્ન પૂર્ણ થયા બાદ યુવતિ તેની માતા સાથે સાઉથ આફ્રિકા રહેતા ભાઇ સાથે કારમાં જોહનિસબર્ગથી વેન્ડા જવા નીકળી હતી અને આ દરમિયાન રસ્તામાં કારને અકસ્માત નડ્યો હતો, જેને પગલે યુવતિનું મોત થયુ હતુ. લગ્નની મહેંદીનો તો હજી રંગ ઉતર્યો પણ ન હતો કે એ પહેલા જ યુવતિનું મોત થઇ ગયુ. ઘટનાને પગલે પરિવાર સહિત સગા-સંબંધીઓ અને ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.

Shah Jina