સુરતમાં યુવક જોડે કોફી પીધા બાદ યુવતી થઇ બેભાન, થોડીવારમાં જ થયું મોત, હવે ખુલ્યું એક રાઝ

છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાંથી એવી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જે સાંભળીને જ હચમચી ઉઠીએ, ક્યાંક લૂંટના બનાવો સામે આવી રહ્યા છે તો ક્યાંક હત્યાની ઘટનાઓ પણ સાંભળવા મળે છે, ત્યારે હાલ સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં યુવક સાથે કોફી પીવા ગયેલી યુવતીનું મોત થયું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કોફીશોપમાં ગતરોજ સાંજે યુવતી અચાનક બેભાન થઈને ઢળી પડી હતી. જે બાદ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી…જો કે સારવાર દરમિયાન યુવતીને તબીબોએ મૃત જાહેર કરી છે. કોફી પીધા બાદ યુવતીનું મોત થવાની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચારી મચાવી દીધી હતી, આ ઘટનાને લઈને ઘણા સવાલો પણ ઉભા થયા છે.

યુવતીનું મોત થતા પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. પરિવારે યુવકે ઝેરી પદાર્થ કોફીમાં ભેળવી દીધો હોવાનો પણ પરિવારે આક્ષેપ લગાવ્યો છે..પરિવાર કહી રહ્યો છે કે દીકરીએ યુવક સાથે કોફી પીધી હતી.. જે બાદ તે બેભાન થઈ જતા તેને સારવાર અર્થે ખસેડાઈ હતી. આ મામલે ખટોદરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જે અંગે પોલીસ હવે વધુ તપાસ કરવામાં લાગી ગઈ છે.

આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. બીજી ટફ યુવતીને આ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાની વાત પણ સામે આવી રહી છે. પરિવાર દ્વારા આ પ્રેમ સંબંધ તોડી નાખતા માટે સતત દબાણ કરતા હોવાને લઈને યુવતીએ આ પગલું ભર્યું હોવાની વાત પણ બહાર આવી રહી છે.  યુવતી સાથે રહેલો યુવક પોલીસ પકડમાં આવતા વધુ ખુલાસાઓ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે મૃતક યુવતી બી,એડની વિધાર્થીની હતી. તેની સાથે જ ભણતા યુવક સાથે તેના પ્રેમ સંબંધો ચાલી રહેલા હોવાની વિગત પણ સામે આવી રહી છે. તો બીજી તરફ યુવતીના પરિવારનું કહેવું છે કે તેની સાથે રહેલો યુવક છેલ્લા લાંબા સમયથી પરેશાન કરતો હતો. આ બાબતે પરિવાર ઠપકો આપ્યો હતો. જેને લઇને આ યુવકે યુવતીની હત્યા કર્યા હોવાના આક્ષેપો શરૂ કર્યા છે.

હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે સાથે જ યુવતીની લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી છે. યુવતીના પરિવાર દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને ધરપકડ ન થાય ત્યાં સુધી દીકરીની અંતિમ વિધિ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે.

Niraj Patel