ખબર

દ્વારકામાં યુવતીની તબિયત લથડતા યુવતીને હોસ્પિટલે લઈ જતાં ડોકટરે એવું રાઝ ખોલ્યું કે પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ

સમગ્ર ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી કિશોરીઓ અને મહિલાઓ પર અત્યાચાર અને દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણા નરાધમો પોતાની હવસ સંતોષવા માટે યુવતિઓ અને સગીરાઓને પોતાનો શિકાર બનાવતા હોય છે અને પછી બ્લેકમેલ કરી વારંવાર તેમના પર દુષ્કર્મ આચરતા હોય છે. હાલ જે કિસ્સો સામે આવ્યો છે, તે દેવભૂમિ દ્વારકામાંથી આવ્યો છે, જયાં એક 23 વર્ષિય યુવતિ પર એક વ્યક્તિએ બળજબરી દુષ્કર્મ આચર્યુ અને તેને 5 માસનો ગર્ભ રહી જતા ચકચાર મચી જવા પામી હતી. દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં 23 વર્ષીય યુવતી પર વારંવાર દુષ્કર્મ ગુજારી 5 માસનો ગર્ભ રહી જતા નરાધમ પોલીસ હડફેટે ચઢ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

ઘટનાની વિગત તપાસીએ તો, પાવન નગરી દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા આધેડ વયના દોલુભા રાણાભા માણેક નામના વ્યક્તિએ પાડોશમાં રહેતી એક ગરીબ ઘરની 23 વર્ષિય યુવતીને ઘરકામ કરવા બોલાવી હતી અને પાડોશી હોવાને કારણે યુવતિએ તેના પર વિશ્વાસ કર્યો હતો અને તેના ઘરે કામ કરવા ગઈ હતી. પરંતુ નરાધમે યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી અને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. તેણે આવી રીતે 3થી 4 વખત યુવતીને ઘરે બોલાવી તેનું શોષણ કર્યુ હતું અને તેની ધમકીની બીકના કારણે યુવતી પણ ચુપ રહી હતી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પરંતુ હાલમાં જ યુવતીની તબિયત લથડતા તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી અને ડોકટર દ્વારા યુવતીને 5 માસનો ગર્ભ હોવાનું જણાવતા યુવતીના પરિવારજનોના પગ નીચેથી તો જમીન ખસકી ગઈ હતી. આ બાબતે યુવતીને હિંમત આપી અને પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ યુવતીએ પોતાની દર્દભરી દાસ્તાન કહી હતી, અને પરિવારજનોએ પણ હિંમત દાખવી દ્વારકા પોલીસ સમક્ષ આપવીતી જણાવતા પોલીસ દ્વારા તુરત જ નરાધમ વિરુદ્ધ દુષ્કર્મની કલમ 376 સહિતની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર બનાવ મામલે પરીવારજનોની ફરીયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. લગભગ છ માસ પુર્વે જયારે પીડિતા એકલી જતી હતી ત્યારે પોતાના ઘરમાં કામ છે તેમ કહી આરોપી બળજબરીપુર્વક તેને તેના ઘરે લઇ જતો અને તેની સાથે ખરાબ કૃત્ય કરતો હતો. ત્યારબાદ સમયાંતરે તેણે બેથી ત્રણ વાર દુષ્કર્મ આચર્યુ હતુ અને તેને એવી ધમકી આપી હતી કે જો તે કોઇને કહશે તો તે જાનથી મારી નાખશે. હાલ તો પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની અટકાયત કરી મેડીકલ સહિતની તજવિજ સાથે વધુ તપાસ હાથ ધરી છે.