યુવતીએ ઉછળી-ઉછળીને યુવકના ગાલ પર ઝીંકી દીધા 22 તમાચા, પોલીસ પણ જોતી રહી ગઈ, જુઓ VIDEO

રસ્તા ઉપર ટ્રાફિક જામની સમસ્યાના લીધે ઘણીવાર વાહનો એકબીજા સાથે ટકરાઈ જતા હોય છે, પરંતુ ઘણીવાર આવી સામાન્ય ટક્કરનાં કારણે ઘણા મોટા મોટા ઝઘડા પણ આપણે થતા જોઈએ છીએ, હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી રસ્તા વચ્ચે હોબાળો મચાવીને એક કેબ ડ્રાઈવરને લાફા મારતી જોવા મળી રહી છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક કેબ ચાલકને એક યુવતી થપ્પડ મારતી જોવા મળી.  પોલીસવાળો પણ વચ્ચે પડવાનો પ્રયત્ન કરે છે પરંતુ યુવતી કેબ ડ્રાઈવરને મારતી જોવા મળી રહી છે. વીડિયોની અંદર જોઈ શકાય છે કે કેબનો સાઈડ ગ્લાસ પણ તૂટી,  એક યુવક જે કેબ વાળાને બચાવવાનો પ્રયત્ન કરે છે યુવતી તેનો કોલર પણ પકડી લે છે. આ દરમિયાન ચાર રસ્તા ઉપર ઘણા લોકો પણ ભેગા થઇ ગયેલા જોવા મળે છે.

આ વીડિયો શુક્રવાર 30 જુલાઈના રોજનો છે. લખનઉના અવધ ચાર રસ્તા પાસેનો આ વીડિયો છે. એક યુવતી રસ્તા ઉપર ચાલીને જઈ રહી હતી. ત્યારે જ એક કેબ ચાલક તેની નજીકથી નીકળ્યો. આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે ગાડીની સ્પીડ ખુબ જ વધારે હતી અને ગાડી યુવતીની સાઈડમાં થોડી અડી ગઈ. પોલીસે ચાર રસ્તા ઉપર ગાડીને ઉભી કરી દીધી. જેના બાદ યુવતીએ યુવકને માર માર્યો.

યુવતીનો આરોપ છે કે ગાડીમાં સવાર યુવકો તેને હેરાન કરી રહ્યા, એટલું જ નહિ ગાડીની સાઈડ પણ તેને વાગી હતી. તો બીજી તરફ કેબ ચાલકે યુવતી ઉપર સાઈડ મિરર અને ફોન તોડી નાખવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ડ્રાઈવરનું નામ સઆદત અલી છે જે રાત્રે 10 વાગે એરપોર્ટથી પરત આવી રહ્યો હતો. તેની સાથે દાઉદ અલી અને ઇનાયત અલી પણ હતા.

મહિલાના આ હાઇવોલ્ટેજ ડ્રામા બાદ અન્ય ગાડીઓના જવાનો રસ્તો બ્લોક થઇ ગયો હતો અને રસ્તા પર ટ્રાફિક જામ પણ થઇ ગયો હતો. ત્યાં જ વીડિયોના બેકગ્રાઉન્ડમાં લોકોનો અવાજ સંભળાઇ રહ્યો છે કે, આ મહિલા કેટલીક બદ્તમિઝ છે. આટલી વાર સુધી જો કોઇ યુવક યુવતિને મારતો તો લોકો શું કહેતા ? CCTV ફુટેજમાં જોવા મળી રહ્યુ છે કે, ચાલતી ગાડીઓ વચ્ચે મહિલા રોડ ક્રોસ કરી રહી છે અને ગ્રીન સિગ્નલ વચ્ચે મહિલા ઝેબ્રા ક્રોસિંગ પર ચાલી રહી છે.

જયારે અચાનકથી કેબ ડ્રાઇવર બ્રેક લગાવે છે અને ગાડી રોકે છે. તે બાદ મહિલા કેબ ડ્રાઇવર સાથે મારપીટ શરૂ કરી દે છે. આ ઘટના સમયે બે ટ્રાફિક પોલિસકર્મી પણ હાજર હતા. પોલિસકર્મી વચ્ચે રસ્તા પર થઇ રહેલ હંગામાને રોકવાની જગ્યાએ શાંતીથી જ ઊભા હતા.

Niraj Patel