CAની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરી રહેલો 32 વર્ષનો યુવક ફોન પર વાત કરતા કરતા છઠ્ઠા માળેથી નીચે પટકાયો, માસુમ બાળકીએ ગુમાવી પિતાની છત્રછાયા
Young man fell from a building in Rajkot: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અક્સ્માતનીઓ ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ખાસ કરીને રોડ અકસ્માતમાં ઘણા લોકોના મોત તથા હોય છે, આ ઉપરાંત ઘણીવાર બેદરકારીના કારણે પણ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે અને મોતને ભેટતા હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક એવી જ ચોંકવનારી ઘટના સામે આવી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં લીમડા ચોક પાસે આવેલા એવરેસ્ટ બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલી સીએની ઓફિસમાં કામ કરી રહેલા 32 વર્ષીય યુવકનું નીચે પડી જવાના કારણે માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને જેના કારણે તેનું મોત નીપજ્યું. યુવકના મોતનું કારણ મોબાઈલ ફોન હોવાનું સામે આવી રહ્યું છે. યુવક મોબાઈલમાં વાત કરી રહ્યો હતો તે દરમિયાન જ તે નીચે પટકાયો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવક મૂળ જસદણના હડમતીયા ગામનો રહેવાસી હતો અને તેનું નામ અશ્વિનભાઈ અમરીશભાઈ બાવળીયા હતું. હાલ તે હાલ માંડા ડુંગરમાં આવેલ
જે.કે. રેસીડેન્સીમાં રહેતો હતો અને લીમડા ચોક પાસે આવેલ એવરેસ્ટ બીલ્ડીંગમાં છઠ્ઠા માળે આવેલ સી.એ.ની ઓફીસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લા દોઢેક વર્ષથી નોકરી કરતો હતો. આ દરમિયાન 4 વાગ્યાની આસપાસ ફોન આવતા તે લોબીમાં ફોન પર વાત કરી રહ્યો હતો.
છઠ્ઠા માળની લોબી પર વાત કરતા કરતા જ તેને અચાનક પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને નીચે પટકાયો હતો. જેના કારણે તેના માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પરંતુ સારવાર દરમિયાન જ યુવકનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. યુવકની એક દીકરી પણ છે જે પિતાના મોત બાદ અનાથ બની છે. પરિવાર પણ પોતાના દીકરાને આવા અકસ્માતના કારણે ગુમાવતા શોકાતુર બન્યો હતો. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલો આપઘાતનો છે કે આકસ્મિક રીતે યુવક પડી ગયો છે તેની તપાસ હાથ ધરી છે.