વડોદરામાં યુવકે વિશ્વામિત્રી નદીમાં કૂદકો માર્યો અને મગર ખેંચી ગયો, પરિવારમાં બધા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

હે ભગવાન કેવો ખરાબ સમય આવ્યો છે….વડોદરામાં રવિએ આત્મહત્યા કરી, રવિના છેલ્લા શબ્દો આ હતા

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત કરી લેતા હોય છે, કોઈ આર્થિક તંગીના કારણે તો કોઈ પ્રેમ પ્રસંગોના કારણે પોતાનું જીવન ટૂંકાવી લે છે તો કોઈ પારિવારિક કલેશના કારણે મોતને વહાલું કરવાનો વિચાર કરે છે. હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે.

(તસવીર સૌજન્ય; દિવ્ય ભાસ્કર)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં રહેતા 20 વર્ષીય યુવકે ગત સોમવારના રોજ રાત્રે 9 વાગ્યાના અરસામાં જામ્બુઆ બ્રિજ ઉપરથી વિશ્વામિત્રી નદીમાં કોઈ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી, જેના બાદ તેને મગર ખેંચી ગયો હતો. આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા તેની શોધખોળ ચાલુ કરવામાં આવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

વિશ્વામિત્રી નદી મગરનું ધામ હોવાના કારણે ફાયર બ્રિગેડને પણ તેનો મૃતદેહ શોધવામાં તકલીફ પડી હતી, જેના બાદ બીજા દિવસે એટલે કે મંગળવારે સવારે તેના મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડને સફળતા હાથ લાગી હતી અને યુવક રવિ દેવીપૂજકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાંથી મળી આવ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

આ ઘટનાને લઈને રવીના ભાભીએ મીડિયાને જણાવ્યું હતું કે રવિ મકરપુરા બસ ડેપો પાસે એક લસ્સીની લારી ઉપર નોકરી કરતો હતો, અને તેના શેઠ પાસેથી 500 રૂપિયા લઈને તે ફિલ્મ જોવા ગયો હતો. જેના બાદ તે ચાલીને ક્યાંક જઈ રહ્યો હતો. આ દરમિયાન રવિના ભાઈએ તેને જોતા જ પૂછ્યું હતું કે “ક્યાં જાય છે ?” ત્યારે રવિએ તેના ભાઈને મોબાઈલ આપીને હમણાં આવું છું એમ કહીને નદીમાં કૂદકો મારી દીધો હતો અને જોતજોતામાં જ તેન મગર પણ ખેંચી ગયા. રવિએ શા કારણે આવું આત્મઘાતી પગલું ભર્યું તેના વિશેની કોઈ માહિતી હજુ નથી મળી.

Niraj Patel