ખબર

આણંદ : 21 વર્ષિય યુવક અચાનક ગરબે ઘૂમતા ઘૂમતા ઢળી પડ્યો, મળ્યુ મોત

આણંદમાં શેરીમાં ગરબા રમતા રમતા અચાનક યુવકનું મોત, VIDEO સામે આવતા જ હાહાકાર મચી ગયો જુઓ તમે

હાલ તો ગુજરાત સહિત સમગ્ર દેશમાં નવરાત્રીની ધૂમ ચાલી રહી છે. બે વર્ષ બાદ ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમી રહ્યા છે. કોરોનાનો પ્રકોપ ઓછો થવાને કારણે સરકારે પણ ધણી છૂટછાટ આપી છે. જો કે આ દરમિયાન આણંદના તારાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગરબા દરમિયાન એક યુવકના લાઈવ મોતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

આણંદના તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબે રમતી વેળાએ અચાનક એક યુવકને ચક્કર આવ્યા અને તે ઢળી પડ્યો, જે બાદ નાસભાગ મચી જવા પામી હતી. જો કે, જોતજોતામાં જ ત્યારબાદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો. આણંદના તારાપુરની શિવશક્તિ સોસાયટીમાં વિરેન્દ્રસિંહ રાજપૂત નામનો યુવક ગરબા રમી રહ્યો હતો, ત્યારે અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો.

આવા કરૂણ બનાવોને કારણે લોકોમાં પણ ગમગીની છવાઇ ગઇ છે. વિરેન્દ્ર ગરબા રમી રહ્યો હતો અને આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો. જો કે, તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેનું રસ્તામાં જ મોત નીપજ્યુ હતુ. આ બનાવને કારણે પરિવાર સહિત આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. યુવકના લાઇવ મોતનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજકોટમાંથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો.

જેમાં રાજકોટના વાવડી વિસ્તારમાં 52 વર્ષના પ્રવીણભાઇ ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા બાદ તેમનું મોત નીપજ્યુ હતુ. પ્રવીણભાઈ ધનરાજ પાર્કમાં ગરબા રમી રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને ચક્કર આવતા તેઓ ઢળી પડયા અને જેને કારણે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.