ખબર

વર કન્યા સુહાગરાત મનાવી રહ્યા હતા તે દરમિયાન જ બન્યું એવું કે કન્યાએ ચીસ પાડી અને ખુશીનો માહોલ શોકમાં બદલાઈ ગયો

હાલમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકો લગ્ન કરી અને એક નવા જીવનની શરૂઆત કરતા હોય છે. હાલ કોરોનાનો કહેર પણ ચાલી રહ્યો છે, ત્યારે લોકો ઘણી જ સાવચેતી પણ રાખતા હોય છે, પરંતુ કાળ જો તમારો પીછો કરી રહ્યો હોય તો એ કોઈના કોઈ રૂપમાં તમારી પાસે આવી જ જાય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

Image Source

આવું જ કંઈક બન્યું છે બિહારના મધુબની જિલ્લાના હરખાલી પોલીસ સ્ટેશનમાં આવેલા સુખવાસી ગામની અંદર. જ્યાં બુધવારના રોજ 22 વર્ષના નીતીશ કુમારના લગ્ન ઘાટ મઢીયા નિવાસી વનિતા સાથે થયા હતા. લગ્ન બાદ જયારે વર-કન્યા ઘરે આવ્યા ત્યારે મહિલાઓએ મંગળ ગીતો ગાઈને નવી આવેલી વહુનું સ્વાગત પણ કર્યું. આખો દિવસ લગ્નના બધા રીતિ રિવાજો નિભાવી અને દુલ્હન પોતાના પતિ સાથે સુહાગરાત મનાવવા માટે ઓરડામાં ચાલી ગઈ.

Image Source

રાત્રે લગભગ 1 વાગે દુલ્હા દુલ્હન ખુશી ખુશી પોતાની સુહાગરાત મનાવી રહ્યા હતા, પરંતુ તે બંનેને ખબર નહોતી કે તેમના બેડની અંદર તેમના સિવાય કોઈ ત્રીજું પણ હાજર છે. તેમની પથારીની અંદર જ એક કોબરા સાપ છુપાઈને બેઠો હતો. સાપે વરરાજાને ડંખ માર્યો અને તે બારીમાંથી બહાર નીકળવા માટે ગયો ત્યારે જ દુલ્હને તેને જોયો અને દુલ્હનના મોઢામાંથી ચીસ નીકળી પડી અને તે બેભાન થઇ ગઈ.

Image Source

દુલ્હનની ચીસ સંભળાતા જ ઘરમાં રહેલા બીજા વ્યક્તિઓ દરવાજો તોડી અને રૂમની અંદર પ્રવેશ્યા. ત્યારબાદ નજારો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા. દુલ્હાને ઉતાવળમાં જ એક તાંત્રિક પાસે લઇ જવામાં આવ્યો. અહીંયા મોડા સુધી તાંત્રિકનો ડ્રામા ચાલુ રહ્યો. ત્યારબાદ દુલ્હાને પીએચસી બાસોપટ્ટી લઇ જવામાં આવ્યો. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

Image Source

લગ્નના 12 કલાક પણ પોતાની પત્ની સાથે ના વિતાવી શકનાર પતિનું મૃત્યુ થયું હતું, કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું કે આવી કોઈ ઘટના બનશે. આ સાથે જ લોકોની અંધશ્રદ્ધાના કારણે પણ એક યુવકનો જીવ જતો પણ જોવા મળ્યું. જો તેને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હોતો તો કદાચ તે બચી પણ શકતો હતો.