ખબર

ઘોર કળયુગ: કોરોના કર્મવીરને દબંગોએ એવી રીતે તડપાવીને મારી નાંખ્યો કે જાણીને રુવાડા ઉભા થઇ જશે

હાલ કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશને કોરોનાના હાહાકારથી બચવા માટે સૅનેટાઇઝ કરવામાં આવે છે ત્યારે ઉત્તરપ્રદેશમાં દયાનિક ઘટના બની છે જે સાંભળીને આંખમાં આંસુ આવી જશે

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં કોરોના સંક્ર્મણથી રોકવા માટે ગામમાં સૅનેટાઇઝ કરવા ગયેલા એક યુવકના મોં પર જંતુનાશક દવા નાખીને તેની હત્યા કરનાર આરોપી પર હત્યાનો ગુનો નોંધવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટે પોલીસને હત્યાનો ગુનો નોંધવા આદેશ આપ્યો છે. હાલ આરોપીઓ પોલીસના હવાલેથી બહાર છે.

Image Source

જણાવી દઈએ કે 14 એપ્રિલના રોજ કોરોના સંક્રમિતથી બચાવવા માટે પ્રેમપુર ગામમાં સ્વચ્છતા કરવા ગયેલા એક યુવકને પાંચ લોકોએ માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ સાથે જ મોં ઉપર જંતુનાશક દવા નાખી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. બેભાન અવસ્થામાં તેમને મુરાદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ કેસમાં પોલીસે તેના ભાઇની ફરિયાદના આધારે નામદાર સહિત પાંચ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
મુતીયાપુરા ગામના રહેવાસી હરીશંકરે જણાવ્યું હતું કે, 14 એપ્રિલે તેનો ભાઈ કુંવર પાલ (21) પ્રેમપુર ગામમાં હાઇકેન કીટનાશક દવા છાંટતો હતો.

આ સમયે ગામના રહેવાસી ઇન્દ્રપાલના અચાનક સામે આવતા જંતુનાશક તેના પર પડયું હતું. આથી રોષે ભરાયેલા ઇન્દ્રપાલે તેના ચાર સાથીઓની મદદથી તેને માર માર્યો હતો અને તેના મોં પર જંતુનાશક દવા છાંટવી હતી. તેના કારણે કુંવરપાલ બેહોશ થઈ ગયો હતો. ગામ લોકોએ તેને બિલાસપુર હોસ્પિલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત ખરાબ થતા મુરાદાબાદની મેડિકલ કોલેજમાં દાખલ કરાઈ હતી, જ્યાં શુક્રવારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે આ મામલામાં આઇપીસીની કલમ 304, 147 અને 323ને હેઠળ કેસ નોંધી લીધો છે.જણાવી દઈએ કે, આ પહેલા ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કેટલાક તોફાની તત્વોએ ડોક્ટરો અને પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.વ