આ યુવક જવાનીના જોશમાં રોડ ઉપર દિલ ધડક સ્ટન્ટ કરવા ગયો અને થોડીવારમાં જ થઇ એવી હાલત કે… ટ્રાફિક પોલીસે શેર કર્યો વીડિયો, જુઓ

આજે ઘણા યુવકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે અવનવા હથકંડા અપનાવતા હોય છે. ઘણા યુવાનો બાઈક સાથે પણ ગજબના સ્ટંટ કરતા હોય છે, પણ ઘણીવાર તેમના આવા જ સ્ટન્ટ તેમના ઉપર ભારે પડી જતા હોય છે.સ્ટન્ટ કરવાના ચક્કરમાં ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ઘણા જીવથી પણ હાથ ધોઈ બેસતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુવકને રોડ ઉપર ચાલુ બાઇકે સ્ટન્ટ કરવો ભારે પડી ગયો.

વીડિયોની શરૂઆતમાં તમે એક વ્યક્તિ રસ્તા પર બાઇક ચલાવીને સ્ટંટ કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન બાઇકની સ્પીડ પણ ખૂબ જ વધારે હોય છે તે આડા અવળી કટ મારીને નીકળતો વીડિયોમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આગળ જોવા મળી રહ્યું છે કે તે જેવો જ થોડે દૂર સુધી જાય છે કે હવામાં વાતો કરતું તેનું બાઈક જમીન ઉપર જોરદાર રીતે પછડાય છે.

બાઈક તે યુવકથી ખુબ જ આગળ ઢસડાઈ ગયુ અને વ્યક્તિ પાછળ ઘસડાતો જોવા મળ્યો. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે તે વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું હોવાના કારણે તેને માથામાં વાગતું નથી, પરંતુ શરીર ઉપર તેને બીજી જગ્યાએ ઈજાઓ ચોક્કસ થઇ હશે, આ દિલધડક વીડિયો દિલ્હી ટ્રાફિક પોલીસે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યો છે.

વીડિયો શેર કરવાની સાથે તેમને કેપ્શન દ્વારા લોકોને સુરક્ષિત રહેવા અને વધુ ઝડપે વાહન ન ચલાવવાની અપીલ પણ કરી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસે લખ્યું, ‘તમારું રસ્તા પર ચાલશે નહીં. જો તમે આવા સ્ટંટ કરો છો, તો જોડવા માટે નહિ મળે કોઈ દર્દી !” આ વીડિયોને અત્યાર સુધીમાં 77 હજાર કરતા પણ વધારે લોકોએ જોયો છે અને રોડ ઉપર સ્ટન્ટ કરતા પહેલા સાવચેતી રાખવા માટે પણ ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel