પોલીસે યુવકને રસ્તામાં ઉતારાવ્યુ શર્ટ અને ગંજીનું પહેરાવ્યું માસ્ક, જુઓ વીડિયો

ખુદ પોલીસના નાકની નીચે માસ્ક લબડતું હતું અને આ વ્યક્તિને હાંકી લીધો- જુઓ વાયરલ વીડિયો

વધતા જતા કોરોનાના સંક્રમણના કારણે માસ્ક એક મહત્વનો ભાગ બની ગયું છે. ત્યારે માસ્ક ના પહેરનારા લોકો ઉપર હવે દંડ પણ ફટકારવામાં આવે છે. માસ્કને લઈને જાગૃતિ માટેના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં પોલીસ એક યુવકને રસ્તા વચ્ચે માસ્ક ના પહેરવાના કારણે તેનું શર્ટ ઉતારવી અને ગંજીનું માસ્ક બનાવી પહેરાવે છે. આ વીડિયોની અંદર પોલીસની કડકાઈ જોવા મળી રહી છે.

મેરઠની અંદર કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પોલીસ પણ ખુબ જ કડક બની ગઈ છે. પોલીસ ચાર રસ્તાએ ઉભી રહી અને માસ્કનું ચેંકિંગ કરી રહી છે. માસ્ક વગરના લોકોનું ચલણ પણ ફાડવામાં આવી રહ્યું છે.

આ બધા વચ્ચે જ કમિશનરી ચાર રસ્તા ઉપર એક અજીબોગરીબ દૃશ્ય જોવા મળ્યું. ચાર રસ્તા ઉપર માસ્ક ચેકીંગ દરમિયાન પોલીસને બે યુવકો રિક્ષામાં બેઠેલા મળી ગયા. જેમને માસ્ક નહોતું પહેર્યું. આ રિક્ષાની અંદર એક મહિલા પણ સવાર હતી જેને દુપટ્ટાથી પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.

ઇન્સ્પેકટર જયારે બંને યુવકોને માસ્ક વીશે પૂછ્યું ત્યારે તે ગભરાઈ ગયા. એક યુવકે પોતાના ખિસ્સામાંથી હાથ રૂમાલ કાઢી અને ચહેરા ઉપર બાંધી દીધો જયારે બીજા યુવકને શું કરવું તે સમજાઈ રહ્યું નહોતું. અચાનક તેને પોતાનું શર્ટ ઉતાર્યું અને ઉતાર્યું અને અંદર પહેરેલી ગંજીને કાઢીને માસ્ક બનાવી દીધું. ત્યારબાદ ઇન્સ્પક્ટરે તેમને જવા દીધા હતા.

છોકરાઓના આ રીતે પકડાઈ જવા ઉપર ઘણા લોકો તે જોવા માટે આવી ગયા હતા. જેમાંથી કોઈએ તેમનો વીડિયો પણ બનાવી લીધો. હવે આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તમે પણ જુઓ આ વીડિયો

Niraj Patel