અમદાવાદમાં માતાના અન્ય યુવક સાથેના સંબંધની જાણ થતા જ દીકરીએ મિત્ર સાથે મળી કર્યો એવો કાંડ કે સાંભળીને ચીસો પડી જશો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી હત્યાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે અવાર નવાર અંગત અદાવતને લઇને તો કયારેક અવૈદ્ય સંબંધને લઇને તો કયારેક પ્રેમ સંબંધને લઇને હત્યા નિપજાવવામાં આવી હોવાના સમાચાર સામે આવતા રહે છે. હાલમાં જ અમદાવાદમાંથી હત્યાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક દીકરીને પોતાની જ માતાના અન્ય યુવક સાથે સંબંધ હોવાની જાણ થતા મિત્ર સાથે મળી માતાના પ્રેમીને માર મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યુ છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, સરસપુર વિસ્તારમાં રહેતા મધુબેન દંતાણીના દીકરાને એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો અને આ વાતની જાણ તેની પત્નીને થતા તે છેલ્લા પાંચેક વર્ષથી પિયર જતી રહી હતી. ત્યારે 15 તારીખના રોજ વહેલી સવારે ચાર વાગ્યા આસપાસ તેમના દીકરાની પ્રેમિકા ઘરે આવી હતી અને તેણે એવું કહ્યુ હતુ કે તે મહિલાની દીકરી અને તેનો મિત્ર આ યુવકને શોધી રહ્યા છે.

આ દરમિયાન બીજી બાજુ ફરિયાદી મહિલાની પાડોશમં રહેતા સુનીલ અને રોહિત તેમા ઘરે આન્યા અને કહ્યુ કે તેમનો દીકરો હરિભાઇ ગોદાણી સર્કલ પર આવેલ જાહેર શૌચાલય સામે રોડ પર બેભાન હાલતમાં છે. ત્યારે જાણ થતાની સાથે જ ફરિયાદી મહિલા બંને યુવકો સાથે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો દીકરો બેભાન હાલતમાં રોડ પર મળી આવ્યો હતો. તેને આંખ અને માથાના ભાગે ઇજા પહોંચી હતી. આ હાલતમાં તેને તેઓ ઘરે લલઇ આવ્યા અને આસપાસના લોકોને આ વાતની જાણ થતા તેઓ ફરિયાદીના ઘરે પહોંચ્યા અને 108ને જાણ કરી હતી.

સારવાર અર્થે આ યુવકને શારદાબેન હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલિસ પણ પહોંચી હતી અને મૃતકની પ્રેમિકાની દીકરી અને તેના મિત્ર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. હાલ તો પોલિસે બંને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.

Shah Jina