માતાજીના દર્શન કરીને પરત ફરી રહેલા રાજકોટના નામચીન કુકી ભરવાડનું ભીષણ અકસ્માતમાં થયું મોત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવી રહી રહ્યા છે, જેમાં કેટલાય લોકો અકસ્માતમાં ઘાયલ થતા હોય છે તો ઘણા લોકોના અકસ્માતના કારણે મોત પણ થતા હોય છે. આ દરમિયાન ઘણા એવા અકસ્માતની ખબર પણ સામે આવે છે કે મોટા મોટા નામચીન લોકોના અકસ્માતમાં નિધન થતા ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ જતી હોય છે.

ત્યારે હાલ એવો જ એક મામલો રાજકોટમાંથી સામે આવ્યો છે, જેમાં રાજકોટના નામચીન એવા કુકી ભરવાડનું એક રોડ અકસ્માતમાં મોત થયું છે. કુકી ભરવાડ પોતાના વતન રાણપુર તાલુકાના ગઢીયા ગામથી માતાજીના દર્શન કરીને પરત ફરી થયો હતો તે દરમિયાન જ તેની કાર ચુડા નજીક થાંભલા સાથે અથડાતા ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. કુકી ભરવાડના મોતના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ પણ ફરી વળ્યો છે.

કુકી ભરવાડ ગઢીયા ગામનો પૂર્વ સરપંચ હતો. આ ઉપરાંત તે રાજકોટમાં શ્રી રાધિકા નામની શરાફી મંડળી પણ ચલાવી રહ્યો હતો. કુકી ભરવાડનું આખુ નામ રાજુભાઈ શેલાભાઇ શિયાળિયાં હતું પરંતુ લોકો તેને કુકી ભરવાડ તરીકે ઓળખતા અને રાજકોટમાં તે એક નામચીન વ્યક્તિ હતો. 32 વર્ષની ઉંમરમાં જ તેનું આમ અકાળે માર્ગ અકસ્માતમાં નિધન થવાના કારણે લોકોમાં પણ શોક વ્યાપી ગયો છે.

ગતરોજ અમાસ હોવાના કારણે કુકી ભરવાડ તેના ગામ ગઢીયામાં માતાજીના દર્શન કરવા માટે ગયો હતો, ત્યારથી પરત ફરતા જ બોરિયાનેસ પાસે થાંભલા સાથે તેની ક્રેટા કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું. ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.

કુકી ભરવાડ અગાઉ એક પીએસઆઇ પર સોડાની બોટલથી હુમલો કરવાને લઈને ચર્ચામાં આવ્યો હતો. મીડિયા રિપપોર્ટ્સ મુજબ રાજકોટમાં ખોડીયારપરામાં રહેતા કુકી ઉર્ફે રાજુ છેલાભાઈ શિયાળીયા (ભરવાડ, ઉ.વ.35) પોતાની કારમાં બોટાદ-રાણપુર નજીક ગઢડીયા ગામે આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી નાઈટ માં રાજકોટ રિટર્ન આવતા ગઢડીયા ગામ નજીક કાર થાંભલા સાથે અથડાતા ખતરનાક અકસ્માત સર્જાતા તેને ગંભીર ઈજા થતા સૌપ્રથમ બોટાદના આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. તમને જણાવી દઈએ કે રાજકોટમાં નામચીન શખ્સ તરીકે જાણીતા આ વ્યક્તિએ પોલીસ ફરિયાદનો ખાર રાખી અગાઉ કારખાનેદાર ઉપર હૂમલો કર્યો હતો જે બનાવમાં માલવીયાનગર પોલીસ મથકમાં અગાઉ ફરજ બજાવતા PSI. વી. કે. ઝાલા સાહેબ સહિતનો સ્ટાફ તેને પુનિતનગરના ટાંકા પાસે પકડવા ગયો,

પણ તેમના ઉપર કુકી અને તેના સાગરીતોએ સોડા-બોટલનાં ઘા કરી હૂમલો કર્યો હતો. આની પહેલા પણ તેની વિરૂદ્ધ મારામારી સહિતના ગુના પોલીસમાં નોંધાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મૃતક કુકી ભરવાડ શ્રી રાધિકા નામની બચત ખાતાની મંડળી ચલાવતો હતો. માર્ગ અકસ્માતની ઘટના બાદ પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

Niraj Patel