કૌન બનેગા કરોડ પતિમાં ઝળક્યા રાજકોટના આ શિક્ષક, પ્રોમો વીડિયોમાં અમિતાભ બચ્ચનને પેટ પકડીને હસાવતા મળ્યા જોવા

દર્શકોના મનગમતા શો કોણ બનેગા કરોડપતિની શરૂઆત થઇ ગઈ છે. KBCની 14મી સીઝનનો પહેલો ભાગ 8 ઓગસ્ટના રોજ પ્રસારિત થયો છે. ત્યારે આ શો દ્વારા હવે ઘણા બધા લોકોની કિસ્મત પણ બદલાવવાની છે. આ શ્રેણીમાં હવે ગુજરાતનું નામ પણ ઝળકવાનું છે, કારણ કે આ સીઝનના એક પ્રોમો વીડિયોમાં રાજકોટના એક શિક્ષક જોવા મળી રહ્યા છે.

કૌન બનેગા કરોડપતિની 14મી સીઝનમાં રાજકોટના વતની અને જામનગરમાં આવેલી પોલીટેકનિકલ કોલેજમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હાર્દિક જોશી જોવા મળવાના છે, જેનો પ્રોમો વીડિયો સોની ટીવીના ઓફિશિયલ એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયોની અંદર હાર્દિકભાઈ ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે, સસથે જ તે ગીત ગાઈ રહ્યા છે, “મેં ગુજરાતી હાર્દિક હું, હાર્દિક હું, અરે હાર્દિક હું, રાજકોટ સે આયા હું, બીબી કો સાથમેં લાયા હું.” ત્યારે અમિતાભ પણ મજાકિયા અંદાજમાં તેમને કહેતા જોવા મળી રહ્યા છે કે “શું તમે દરેક પ્રશ્નનો જવાબ પણ આવા જ અંદાજમાં આપશો ?” ત્યારે આ સાંભળીને બધા જ હસવા લાગે છે. કેમેરામાં હાર્દિકના પત્નીનું પણ હાસ્ય કેદ થાય છે.

54 સેકેંડના આ વીડિયોમાં હાર્દિક અમિતાભને અને દર્શકોને હસાવતા જોવા મળે છે. હાર્દિકને અમિતાભ તે શિક્ષક છે એમ પૂછે છે, જેના બાદ હાર્દિક હા કહીને તેમના કોલેજની અંદર ચાલતી પરીક્ષાનો એક કિસ્સો સંભળાવે છે, જેમાં તે જણાવે છે કે વિદ્યાર્થીઓ કેવી રીતે ચોરી કરી રહ્યા હતા અને ત્યારે તેમને અમિતાભનું એક ગીત ગાઈને કહ્યું હતું. આ વાત ઉપર પણ બધા જ હસવા લાગે છે.

હાર્દિક જોશીનો આ શો આજે ટીવી ઉપર પ્રસારિત થવાનો છે. 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટના રોજ આ શો ટીવી ઉપર દર્શકો નિહાળી શકશે, ત્યારે હવે આ શોમાં જોવાનું એ રહેશે કે હાર્દિક ભાઈ અમિતાભ બચ્ચન દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ કેવી રીતે આપે છે અને શોમાંથી કેટલી રકમ જીતીને જાય છે.

Niraj Patel