સુરતમાં યુવકે ગટગટાવ્યો દેશી દારૂ, પછી પાણીની જગ્યાએ પી લીધી એવી વસ્તુ કે થઇ ગયુ મોત…આખો પરિવાર ધ્રુજી ઉઠ્યો

ઘણીવાર અજાણતા કેટલાક લોકો અકસ્માતનો શિકાર થઇ જતા હોય છે. રાજયમાં આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે.જેમાં દેશી દારૂના નશામાં ભાન ભૂલેલા પરપ્રાંતિય યુવકે પાણીની જગ્યાએ એસિડ ગટગટાવતા મોત થયુ છે. આ યુવક મૂળ ઓડિશાનો વતની હતો અને તે સંચા કારીગ તરીકે કામ કરતો હતો. તેના પિતાના નિધન બાદ તે જ પરિવારનો આર્થિક સહારો હતો. પરિવારના એકના એક દીકરાનું નિધન થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, તેની એક બહેનના લગ્ન આવતા માસમાં હતા, જેની તૈયારીઓ ચાલી રહી હતી. ત્યારે પરિવારમાં સુખનો પ્રસંગ આવે તે પહેલા જ તેનું મોત થઇ ગયુ અને માતમનો માહોલ છવાઇ ગયો.

ઘટનાની વિગત તપાસીએ તો, મૂળ ઓડિશાનો વતની અને ત્રણ મહિના પહેલા કામની શોધમાં સુરત આવેલો 22 વર્ષિય જિતેન્દ્ર તેના પિતાના નિધન બાદ માતા અને બે બહેનનો એકનો એક આર્થિક સહારો હતો. તે દારૂના નશામાં હતો અને તેેણે એસિડ પીધા બાદ તેના રૂમ પાર્ટ્નરને કહ્યુ હતુ કે મેં એસિડ પીધુ છે. આ વાત બાદ તમામ રૂમ પાર્ટનર ચોંકી ગયા હતા અને તેને તત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, ત્યાં હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

પરિવારને દીકરાના મોતની જાણ થતા તેઓ શોકમાં ગરકાવ થઇ ગયા હતા અને પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. જિતેન્દ્રની વાત કરીએ તો તે એક સંચા કારીગર કરીકે કામ કરતો હતો, તે બહારથી ત્રણ દારૂની પોટલી પીને આવ્યો હતો અને બીજી ત્રણ સાથે લઇને આવ્યો હતો. પાંડેસરા પોલિસે હાલ રવિવારની રાત્રે બનેલ ઘટનાની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આવતા મહિને જીતેન્દ્રની એક બહેનના લગ્ન પણ લેવાના હતા. જેની તૈયારીઓ ચાલી રહી હતી.

Shah Jina