રાજકોટના જસદણમાં ATMમાં 17 લાખની ચોરી મામલે યુવકે કર્યો આપઘાત, જન્મદિવસે જ નીકળી અંતિમયાત્રા

રાજકોટમાં 1 કિડની પર જીવતા જયને પોલીસે જોરદાર માર માર્યો, જયે પછી કરી લીધી આત્મહત્યા, પરિવારે પોલીસ વિશે એવું એવું કહ્યું કે રુવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાંથી ઘણીવાર ચોરી અને લૂંટ ફાટના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે બેંકમાં પણ બંદૂકની અણીએ લૂંટફાટ કરવામાં આવતી હોય છે, તો ઘણીવાર ATM મશીનમાં છેડખાની કરી તેમાંથી પૈસા લૂંટી લેવામાં આવતા હોય છે. ત્યારે હત તારીખ 15મીના રોજ જસદણ ખાતેના એટીએમમાં 22 લાખ રૂપિયા નાખવામાં આવ્યા હતા અને તે બાદ એટીએમમાંથી 17 લાખની ચોરી થઇ હતી. આ કેસમાં રાજકોટમાં રૈયાનાકા ટાવર પાસે રહેતા જય અતુલગીરી ગોસ્વામી નામના યુવકે સોમવારે સાંજે ગેળ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

પરિવારજનોએ તેને લટકતી હાલતમાં જોયો હતો અને પછી તેને નીચે ઉતારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે, ત્યાં હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો. જયના માતા અને પિતાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, જય એટીએમમાં પૈસા નાખવાનું કામ કરતી સિક્યોર વેલ્યુ નામની એજન્સીમાં કામ કરતો હતો, અને ગત તારીખ 15ના રોજ તે અને સ્ટાફ જસદણ ગયો ત્યારે એટીએમમાં 22 લાખ રૂપિયા નાખવામાં આવ્યા હતા અને પછી એટીએમમાંથી 17 લાખની ચોરી થઇ હતી. (નીચેની તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદ જસદણ પીઆઇ રાણા સહિતના સ્ટાફે જય અને તેના પિતા અતુલગીરી સહિતના લોકોને જસદણ પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેને લઇને તેઓ ગયા પણ હતા. જયને એક કિડની હોવાની વાત કરવા છતાં પીઆઇ સહિતનો સ્ટાફ તેના પર ચડીને ખૂંદવા લાગ્યા અને ચોરી કબૂલી લેવા જયને અસહ્ય માર માર્યો જે બાદ સોમવારે જય રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો ત્યાં મેનેજર રવિન્દ્ર સહિતના સ્ટાફે કલાકો તેને બેસાડી રાખી ટોર્ચર કર્યો અને બપોરે ઘરે આવ્યા બાદ આખરે કંટાળી જયે આપઘાત જેવું અંતિમ પગલું ભર્યુ હતું.

આરોપ લગાવતા જયના પિતાએ જણાવ્યુ કે, જયને ચોરી કબૂલવા માટે અસહ્ય માર મારવામાં આવ્યો હતો અને બીભત્સ ગાળો પણ બોલવામાં આવી હતી. જે બાદ તેના પિતાએ પોલીસને જણાવ્યુ કે, તેને એક જ કિડની છે તો ધ્યાન રાખજો. તેમ છત્તાં પણ પોલિસે ધ્યાન ન આપ્યુ અને કહ્યું કે, અમને અમારું કામ કરવા દો તમે બહાર જતા રહો. જે બાદ તેઓ બહાર ગયા પછી જયની બૂમો બહાર સુધી આવતી હતી.સોમવારે જયારે તે રાજકોટમાં આવેલી એજન્સીની ઓફિસે ગયો ત્યાં મેનેજર સહિતના સ્ટાફે તેને કલાકો બેસાડી રાખ્યો અને બપોરે ઘરે આવ્યા પછી તેણે સાંજે આપઘાત કરી લીધો.

યુવકના માતા-પિતાની માગ છે કે, જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને જો માંગ નહીં સ્વીકારાય તો તેઓ મૃતદેહ નહીં સ્વીકારી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, કિડનીની બીમારી હોવાથી જયે 3 મહિના પહેલા જ ઓપરેશન કરાવ્યું હતું અને તેની એક કિડની ડેમેજ હતી. પરિવારના આક્ષેપ અનુસાર પોલીસ અને કંપનીના અમાનુષી ત્રાસથી તેણે આપઘાત કર્યો છે અને તેની અંતિમ યાત્રા પણ જન્મદિવસે જ કાઢવામાં આવી હતી.

Shah Jina