પ્રેમિકા સાથે આ ગંદા કામથી દુઃખી યુવક પર ફંદા પર ઝૂલ્યો, બે પેજની સુસાઇડ નોટમાં જણાવી હકિકત

પ્રેમિકા સાથે દુનિયાનું સૌથી ખરાબ કામ થયું તો દુખી પ્રેમીએ કરી લીધી આત્મહત્યા પછી ખુલ્યું રહસ્ય

દેશભરમાંથી આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, કોઇ માનસિક ત્રાસને કારણે તો કોઇ આર્થિક પરિસ્થિતિને કારણે મોતને વહાલુ કરી લેતા હોય છે. તો કેટલાક લોકો પ્રેમમાં નાસીપાસ થવાને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પ્રેમીએ તેની પ્રેમિકા સાથે દુષ્કર્મ થયુ તે કારણે આઘાતમાં આત્મહત્યા કરી લીધી. આ કિસ્સો હરિયાણાના હિસારનો છે.

હિસારના બાડો-પટ્ટી નિવાસી 24 વર્ષિય સોનૂએ ગત ગુરુવારે રાત્રે બે પેજની સુસાઇડ નોટ લખી રૂમમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી. સવારે સોનૂની માતાએ તેને ફાંસીના ફંદા પર લટકેલો જોયો તો તેના પિતાને આ વિશે જાણ કરી હતી. તે બાદ પોલિસને સૂચિત કરવામાં આવ્યા. સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે નાગરિક હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

સોનૂ શહેરના એક કોચિંગ સેન્ટરમાં સરકારી નોકરીની તૈયારી કરતો હતો અને ચાર બહેનોનો એકનો એક ભાઇ હતો. સોનૂએ આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી. બે પેજની સુસાઇડ નોટમાં સોનૂએ બીજા ગામ નિવાસી એક યુવક પર તેની પ્રેમિકા સાથે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. સોનૂએ સુસાઇડ નોટમાં લખ્યુ કે, તેની અન્ય ગામ નિવાસી એક યુવતિ સાથે મિત્રતા હતી. તે વિશે પ્રેમિકાના ગામના એક યુવકને જાણ થઇ ગઇ હતી.

પ્રતિકાત્મક તસવીર

યુવક સોનૂની પ્રેમિકાને બ્લેકમેલ કરવા લાગ્યો. આ વચ્ચે આરોપીએ તેની પ્રેમિકાને બ્લેકમેલ કરી હોટલમાં લઇ જઇ ઘણીવાર દુષ્કર્મ કર્યુ. આરોપી પરણિત છે અને એક બાળકનો પિતા છે. સોનૂએ સુસાઇડ નોટમાં જણાવ્યુ કે, આરોપી સરકારી નોકરી કરતો હતો. હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે.

Shah Jina