ઘણા બધા સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ઢગલાબંધ મિત્રો, સામેથી આવતા પોલીસવાળાના સ્કૂટરને એક મિત્રથી વાગી ગઈ ટક્કર, પછી થયું એવું કે.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં નાનામાં નાની ઘટના પણ વાયરલ થતા વાર નથી લાગતી, આપણે રસ્તા ઉપર બાઈક કે કાર લઈને જતા હોઈએ ત્યારે આપણને બે વાતનો સૌથી મોટો ડર હોય છે એક અકસ્માત અને બીજો ટ્રાફિક પોલીસના ચલણ કાપવાનો. પરંતુ આ બંને એક જ સાથે બને તો ? એટલે કે તમે રસ્તા ઉપર જતા હોય અને પોલીસ વાળા સાથે જ અકસ્માત થાય તો શું થાય ?

હાલ સોશિયલ મીડિયામાં આવી જ એક ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં એક યુવક સ્કૂટર લઈને રોડ ઉપર સ્ટાઇલ મારતો જઈ રહ્યો છે. ત્યારે તે સામેથી પોલીસની બાઇક આવતી જુએ છે. આ પછી, ગભરાટમાં, તેણે પોલીસના સ્કૂટરને ટક્કર મારી. પોલીસને સ્કૂટર ટક્કર મારતાં જ બંને સ્કૂટર પડી ગયા હતા. વીડિયોમાં આ પછીનો સીન ઘણો મજેદાર બને1 છે. આ નજારો જોઈને તમને તમારી સાથે બનેલી કોઈપણ ઘટના યાદ આવી જશે.

તમે ઘણી વાર જોયું હશે કે ઘણા મિત્રો એકસાથે બાઇક લઈને નીકળે છે અને રસ્તામાં હંગામો કરતા રહે છે. પોલીસને જોતાની સાથે જ તે આમ તેમ ગાડીને ફેરવીને ભાગવાનો પ્રયાસ કરે છે. ઘણી વખત આવા છોકરાઓ પોલીસથી બચવા માટે ગુપ્ત માર્ગ પણ અપનાવે છે. આ બધું હોવા છતાં ક્યારેક તેનું નસીબ ખરાબ હોય છે અને તે પોલીસના હાથે પકડાઈ જાય છે. આ વીડિયોમાં યુવક સાથે પણ આવું જ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

જોકે સૌથી મજાની વાત એ છે કે, યુવક ફસાઈ ગયા બાદ તેના મિત્રો ભાગી જાય છે. તમે જોઈ શકો છો કે યુવકનું સ્કૂટર પોલીસના સ્કૂટર સાથે અથડાતાં જ તેના મિત્રો તેમના સ્કૂટર લઈને ત્યાંથી નીકળી જાય છે. મિત્રોને આવું કરતા જોઈને યુવકનો ચહેરો ઢીલો થઇ જાય છે. તમે જોઈ શકો છો કે જ્યારે યુવકના મિત્રો સ્કૂટર ચલાવીને ભાગી જતા હોય છે ત્યારે તે મોઢું બનાવીને તેના મિત્રોને જોતો રહે છે. આ વીડિયોને ghantaa નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

Niraj Patel