યુવકનો ઢોરની જેમ માર મારતો વીડિયો વાયરલ, લગાવડાવાયા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા

ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની વર્ષોથી ચાલી આવી છે, જેના કારણે ઘણીવાર દેશની અંદર રહેલા મુસલમાનોને પણ ત્રાસ સહન કરવો પડે છે, ત્યારે હાલ એક એવો જ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં યુવકના પાકિસ્તાન મુર્દાબાદના બોલવા ઉપર તેને ઢોર માર મારવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર આ વીડિયો દિલ્હીના ખજૂરીનો હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ જાનવરોની જેમ એક વ્યક્તિને મારતો જોવા મળી રહ્યો છે, એટલું જ નહીં. તે યુવકને બીજો યુવક “હિન્દુસ્તાન જિંદાબાદ” અને “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવવાનું પણ કહી રહ્યો છે.

આ વીડિયોના વાયરલ થયા બાદ દિલ્હી પોલીસ પણ હરકતમાં આવી છે અને વીડિયોમાં દેખાઈ રહેલા મુખ્ય આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ધરપકડ કરવામાં આવેલો આરોપી વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા દંગાનો આરોપી છે. તે એ સમયે પણ તેની પથ્થરબાજીના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી. અને હાલમાં તે જામીન ઉપર જેલની બહાર છે. ધરપકડ કરવામાં આવેલા વ્યક્તિનું નામ અજય ગોસ્વામી છે. જે ગડી-મેન્ડું ગામનો રહેવાસી છે.

પોલીસ હજુ પણ બીજા એક વ્યક્તિની શોધમાં લાગી ચુકી છે. જેનું નામ દિપક બેંસલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અજય ગોસ્વામીએ પોલીસ પુછપરછમાં જણાવ્યું છે કે એક યુવક ચોરીના ઈરાદાથી તેની ડેરીમાં ઘુસ્યો હતો. જેના કારણે તેને મારવામાં આવ્યો. તેનો સાથી દિપકે વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. તો જે યુવકને માર મારવામાં આવ્યો છે તેના ઉપર હત્યા અને લૂંટના પણ ઘણા મામલા દાખલ છે.

હાલમાં આ મામલાની તપાસ ચાલુ છે. આ મામલામાં ડીએસપી નોર્થ ઇસ્ટ દિલ્હી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવી છે. જેમાં તેમને કહ્યું છે કે વાયરલ વીડિયોના મામલાની તપાસ ચાલી રહી છે. આ કેસમાં અમે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે. અને જલ્દી જ બીજો આરોપી પણ પકડાઈ જશે.

Niraj Patel