અમદાવાદ : કિન્નર સાથેના પ્રેમ પ્રકરણે લીધો પરીણિત યુવક અને કિન્નરનો ભોગ, ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાધો

અમદાવાદના બાવળામાં ગામની સીમમાં એક પરણિત યુવકે ખાધો કિન્નર સાથે ગળે ફાંસો, ચોંકાવનારુ કારણ આવ્યું બહાર

ગુજરાતમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અવું બને છે કે, પ્રેમ સંબંધમાં નાસીપાસ થવાને કારણે તો ઘણીવાર પ્રેમ સંબંધ સામે આવતા અથવા તો જોડે ન રહી શકવાને કારણે જીવન ટૂંકાવવાના કિસ્સા સામે આવે છે. હાલમાં આવો જ એક કિસ્સો અમદાવાદના બાવળામાંથી સામે આવ્યો છે. બાવળાના દહેગામડામાં રહેતા એક યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હતો અને બંનેને એવું લાગી રહ્યુ હતુ કે તેઓ પ્રેમ પ્રકરણમાં સાથે રહી શકશે નહિ, જેને કારણે તેમણે લીમડાના ઝાડની ડાળીએ લટકી ગળે ફાંસો ખાઇ લીધો હતો. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાની જાણ થતા જ ગામલોકો ભેગા થઇ ગયા હતા અને પોલિસને જાણ કરી હતી,  જે બાદ પોલિસે ઘટનાસ્થળે પહોંચી લાશ નીચે ઉતારી હતી અને પીએમ માટે મોકલી આપી હતી. ઘટનાની વિગત જોઇએ તો, બાવળાના દહેગામડા ગામમાં રહેતાં નવઘણભાઇ મકવાણાએ કેરાળા જી.આઇ.ડી.સી.પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે 3 તારીખના રોજ રાત્રે આશરે આઠેક વાગ્યઆ આસપાસ તેમનો દિકરો કલ્પેશભાઇ કે જેની ઉંમર 22 વર્ષ છે તે જમીને બહાર જવાનુ કહી ગયો હતો અને મોડી રાત્રી સુધી ઘરે પરત આવ્યો નહોતો.

જે બાદ સવારમાં તેના મોબાઇલ ઉપર ફોન કરતાં ફોન પણ બંધ આવતો હતો. જે બાદ તેઓ દીકરાની શોધખોળ કરવા માટે ગામમાં ગયા ત્યારે સવારે 11 વાગ્યા આસપાસ તેમના ગામનાં એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યુ કે, તેમનો દિકરો કલ્પેશ તો ઝાડ સાથે ગળેફાસો ખાધેલી હાલતમાં છે. આ વાતની જાણ થયા બાદ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે જોયુ તો ત્યાં ઘણા બધા માણસો ભેગા થઇ ગયા હતાં અને લીમડાનાં ઝાડની ડાળીએ દોરડા સાથે દિકરો કલ્પેશ અને એક કિન્નર બંને લટકતી હાલતમાં હતા.

કિન્નર બાબતે તપાસ કરતાં તેમનુ નામ ક્રિષ્ણાદે ડેબાદે હોવાનું સામે આવ્યુ હતું. મૃતકના પિતાએ કહ્યુ કે, તેમનો દિકરો અને કિન્નર બંને પ્રેમ સંબંધમાં હોવાથી ગળેફાસો ખાધો હોય તેમ માનવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, કલ્પેશનાં લગ્ન સાણંદનાં હઠીપુરા ખાતે રહેતાં નિતા સાથે બે વર્ષ પહેલા સમાજના રીત રીવાજ મુજબ થયા હતાં. તેને સંતાનમાં 7 મહિનાની એક દિકરી પણ છે. આ બાબતે ASIએ જણાવ્યુ કે, તે બંને બે વર્ષથી સંપર્કમાં હતા અને તેમણે હાથમાં એકબીજાના નામના ટેટૂ પણ કરાવ્યુ હતા.

કલ્પેશે ક્રિષ્ના લખાવ્યુ હતુ અને ક્રિષ્નાએ કલ્પેશનું નામ લખાવ્યુ હતુ. લગભગ દોઢેક વર્ષ પહેલા જ મૃતક કલ્પેશના પરિવારને જાણ થઇ હતા કે તેનો ક્રિષ્ના સાથે પ્રેમ સંબંધ છે અને આ બાબતે પરિવારવાળા સમજાવવા પણ ગયા હતા કે તે કલ્પેશને છોડી દે. પરંતુ એ સમયે કલ્પેશે એવું કહ્યુ હતુ કે તે તેમને ઓળખતો નથી. જો કે, હાલ તો પોલિસને એ વાતની જાણ થઇ નથી કે લગ્ન પહેલા જ કલ્પેશ અને ક્રિષ્ના પરિચયમાં હતા કે તે પછી તેમની વચ્ચે ખીચડી રંધાઇ હતી. જો કે, હાલ તો પોલિસ આ મામલે તપાસ કરી રહી છે. ઘણાના નિવેદન પણ લેવાના બાકી છે.

ત્યાં પોલિસને લાશ પાસેથી કોઇ સુસાઇડ નોટ પણ મળી આવી નથી. દિવ્ય ભાસ્કરના રીપોર્ટ અનુસાર, કિન્નર આપઘાત પહેલા ગુમસુમ અને ઉદાસ રહેતા હતા. તેમણે આપઘાત પહેલા કહ્યુ હતુ કે, હું તારા જીવનમાંથી લવ છું રે વિદાઈ, માફ કરજે મને આજે મોત લેવા આઈ છે”, ‘જો જો કોઈને કહેતા નહીં મારા પ્રેમની વાતો, ઉઠી જશે દુનિયાને પ્રેમ પરનો ભરોસો’, ‘પ્રેમની પરિભાષા હું નથી જાણતી’ જેવા અનેક દર્દભર્યા ગુજરાતી ગીત પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવીને ક્રિષ્નાએ પોસ્ટ કરી હતી. ક્રિષ્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ રહેતા હતા અને તેમના લગભગ ત્રીસેક હજાર જેવા ફોલોઅર્સ પણ હતા.

Shah Jina