અમદાવાદમાં યુવકે વીડિયો બનાવી મોતને વહાલું કર્યું, ત્રણ લોકોને ગણાવ્યા મોત માટે જવાબદાર, જુઓ યુવકનો અંતિમ વીડિયો

અમદાવાદમાં વીડિયોમાં રડતા રડતા યુવકે સંભળાવી આપવીતી, પછી ગળે ટુંપો ખાઈને કરી લીધું મોતને વહાલું, વીડિયો જોઈને તમારી આંખો પણ છલકાઈ ઉઠશે

દેશભરમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે મોતને વહાલું કરતા હોય છે તો ઘણા લોકો કોઈની સતામણીના કારણે મોતને વહાલું કરી લેતા હોય છે, હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે, જ્યાં એક યુવકે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના નારોલમાં આવેલા વૃંદાવન નગરમાં રહેતા અને ગેસ એજન્સીમાં ડિલિવરી મેન તરીકે કામ કરી રહેલા રેવાભાઈ મકવાણાએ વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. વીડિયોની અંદર તેમને પોતાના મોત માટે ત્રણ લોકોને જવાબદાર પણ ગણાવ્યા અને પોતાની આપવીતી પણ જણાવી હતી.

રેવભાઈએ આપઘાત કરતા પહેલા વીડિયો પણ બનાવ્યો અને સુસાઇડ નોટ પણ લાખી હતી, વીડિયોની અંદર તેઓ પોતાના મોત માટે શેઠ મૌલિકભાઈ, શીતલબેન રાવલ અને રેખા મેડમને  જવાબદાર માની રહ્યા છે અને તેમના ઉપર ટોર્ચર કરવાં પણ આરોપ લગાવ્યો છે. પોલીસને આ ઘટના અંગે જાણ થતા તેમને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.

રેવાભાઈએ પોતાની સુસાઇડ નોટમાં આ ત્રણ લોકોનો ઉલ્લેખ કર્યા બાદ જણાવ્યું છે કે મને રોજ ઉઠીને ફોન કર કર કરતા હતા, એમને અમને નથી કોઈ વીમો આપ્યો કે નથી કોઈ સુવિધા આપી. કાયદેસર રીતે આ ત્રણ જણા મારા મોત માટે જવાબદાર છે. તેમના ઉપર એક્શન લેજો. મારા આ પગલાં માટે બીજું કોઈ જવાબદાર નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

આ ઉપરાંત તેમને પોતાની સુસાઇડ નોટમાં પોતાની માતાનો ઉલ્લખ કરી અને જણાવ્યું છે કે મારી મા આવતા જન્મે તારો જ છોકરો થાઉં, એ જ અમારી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આ ઉપરાંત રેવાભાઈએ તેમના બધા જ હેલ્પરોને છેલ્લીવાર રામ રામ પણ કહ્યા છે. તો પત્નીને સંબોધીને કહ્યું છે કે આપણે આવતા જન્મે ભેગા થઈશું, આટલા સુધી જ આપણો સાથ હતો, દીકરાને પણ માતાનું ધ્યાન રખવા જણાવ્યું છે. હવે આ મામલામાં પોલીસ તપાસ કરી રહી છે.

Niraj Patel