યુવા પ્રમુખના નિધન બાદ કોળી સમાજમાં શોકનો માહોલ, ભાવનગરના ટીમ્બી પાસે જ કાર તળાવમાં ખાબકી..
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો ઘણા લોકો અકસ્માતમાં મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલ એવા જ એક અકસ્માતની ઘટનામાં ભાવનગર જિલ્લા કોળી સમાજના પ્રમુખનું નિધન થતા જ કોળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કોળી સમાજના યુવા પ્રમુખ રાકેશ બારૈયા ગત રોજ ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામ પાસેથી પોતાની કાર લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે જ તેમને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને તેના કારણે કાર રોડની બાજુમાં આવેલા તળાવમાં જઈને ખાબકી હતી. આ અકસ્માતમાં રાકેશભાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ઘટના અંગે જાણ તથા જ કોળી સમાજના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસને પણ આ ઘટના અંગે જાણકારી મળતા જ તાબડતોબ દોડી આવી હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવા પ્રમુખના અકાળે નિધન બાદ કોળી સમાજમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે.
અકસ્માતને લઈને લોકોના ટોળા પણ એકઠા થઇ ગયા હતા અને તેમના દ્વારા જ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. રાકેશ બારૈયા મૂળ ભાવનગરના રહેવાસી હતા. તે કોઈ કામ અર્થે નીકળ્યા હતા હતા ત્યારે જ ટીમ્બી ગામ પાસે આ ગોઝારો અકસમાત સર્જાયો હતો. જેમાં તે ગંભીર રીતે ગહયલ થતા હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.