62 વર્ષના વૃદ્ધ સાથે કર્યા 21 વર્ષની સુંદર યુવતીએ લગ્ન ? સચ્ચાઈ જાણીને મગજ ઘૂમી જશે

મલેશિયા હનીમુન માટે બહાર જવાની તૈયારી છે ..પૈસો ની જરાય કમી નથી મારે, મારા ગયા પછી બધું જ આ છોકરીનું છે, હું આને બચ્ચું પણ આપીશ, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાની ઉંમરની છોકરી એક મોટી ઉંમરના વૃદ્ધ સાથે જોવા મળી રહી છે. તેઓએ આપસી રજામંદી સાથે લગ્ન કરી લીધા છે. જણાવી દઇએ કે, ઘણા યુઝર્સ આ વીડિયોને સાચો માનીને શેર કરી રહ્યા છે. જો કે, તપાસમાં આ વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ હોવાનું સામે આવ્યુ છે અને તેને મનોરંજનના ઉદ્દેશ્ય સાથે બનાવવામાં આવ્યો છે.વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ તેના પૌત્રીની ઉંમરની છોકરીને વરમાળા પહેરાવતા જોઇ શકાય છે.

સાથે જ તે બંને કહી રહ્યા છે કે તેમણે લગ્ન કરી લીધા છે. આ દરમિયાન વીડિયોમાં એક યુવક છોકરીની ઉંમર 21 વર્ષ અને વૃદ્ધની ઉંમર 62 વર્ષ કહેતો પણ સંભળાઇ રહ્યો છે. જો કે, વીડિયોમાં જે યુવક બોલી રહ્યો છે તેનો ચહેરો નથી બતાવવામાં આવ્યો. જોકે, વીડિયોમાં વૃદ્ધ કહી રહ્યા છે કે, હનીમુન માટે બહાર જવાની તૈયારી છે મલેશિયા…આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા યુઝર્સે આ વીડિયોને શેર કરી કેપ્શન આપ્યુ- ઇસ પ્યાર કો ક્યા નામ દું. જણાવી દઇએ કે, આ વીડિયો સાચો છે કે ખોટો તેની તપાસ કરવામાં આવી તો કરણ કોટનાલા નામના વેરિફાઇડ પેજથી

21 ડિસેમ્બર 2022ના રોજ અપલોડ કરાયેલ એક વીડિયો મળ્યો. આ વીડિયોમાં દેખાઇ રહેલ વ્યક્તિ વાયરલ થયેલ વીડિયોથી મેળ ખાઇ રહ્યા હતા. તે બાદ તે વીડિયોને ફેક્ટ ચેક કરવામાં આવ્યો અને ધ્યાનથી જોવામાં આવ્યો. આ વીડિયોને નામ આપવામાં આવ્યુ હતુ ’17 સાલ કી golden girl ને કી 62 કે બુઢે સે શાદી’. આ ટાઇટલથી અપલોડ કરવામાં આવેલ આ વીડિયોના શરૂઆતી ભાગમાં અંગ્રેજીમાં એક ડિસ્કલેમર લખવામાં આવ્યુ હતુ,

જેમાં લખવામાં આવ્યુ હતુ કે આને માત્ર મનોરંજનના ઉદ્દેશ્ય માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એ પણ લખવામાં આવ્યુ હતુ કે, અમે દરેક વ્યક્તિ અને સંગઠનનું સમ્માન કરીએ છીએ. અમે જે પણ ભૂમિકા નિભાવી છીએ તે પૂરી રીતે મનોરંજન માટે છે. અમારો ઇરાદો કોઇ પણ વ્યક્તિ કે કોઇ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી.

Shah Jina