ક્રિકેટની જેમ જ હવે ફૂટબોલના ચાહકો પણ દેશમાં ધીમે ધીમે વધી રહ્યા છે, તેમાં પણ મેસી હવે દુનિયાભરમાં ચાહકો વધી ગયા છે, પરંતુ આજે અમે તમને મેસી નહિ પરંતુ એક ભારતીય મેસી વિશે જણાવીશું જેનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે ફૂટબોલમાં તેના આ ટેલેન્ટની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.
અમે વાત કરી રહ્યા છીએ ઉત્તરાખંડના મુનસિયારીના હેમરાજ જોહરીની જેને એક મેચ દરમિયાન કોર્નર કિક વડે ફૂટબોલ સીધો ગોલપોસ્ટમાં ફેંક્યો અને આ ગોલનો વીડિયો જોતાં જ વાયરલ થઈ ગયો. લોકો તેને ઉત્તરાખંડનો મેસી કહેવા લાગ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ આ વીડિયો પોસ્ટ કરીને હેમરાજની પ્રતિભાના વખાણ કર્યા છે. હેમરાજ હાલમાં મહારાણા પ્રતાપ સ્પોર્ટ્સ કોલેજ, દૂનમાં અભ્યાસ કરે છે અને પિથોરાગઢ જિલ્લાના મુનસિયારી તાલુકામાં એક નાના ગામનો છે.
અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલા હેમરાજના પિતા દુર્ગારામ દરજીનું કામ કરે છે, જ્યારે માતા પુષ્પા દેવી ગૃહિણી છે. 67મો જોહર રમતોત્સવ 5 જૂને મુનશિયારી બોયઝ અને બરનિયા ગામ વચ્ચે રમાઈ રહ્યો હતો. હેમરાજે એક પછી એક પાંચ ગોલ કર્યા, પરંતુ તેણે કરેલા ચોથો ગોલ તેને ઈન્ટરનેટ જગતમાં પ્રખ્યાત કરી દીધો. કોર્નર મળતાં જ હેમરાજે એવી ગુણવત્તા સાથે ગોલ કર્યો કે જેવો તે ગોલ પોસ્ટ પર પહોંચ્યો કે તરત જ ફૂટબોલ હવામાં લેફ્ટ ટર્ન લઈને ગોલ પોસ્ટની અંદર ગયો.
उत्तराखण्ड राज्य में युवा प्रतिभा की कोई कमी नही है, सीमांत क्षेत्र मुनस्यारी के हेमराज जौहरी इसका प्रत्यक्ष उदाहरण हैं। राज्य सरकार नई खेल नीति के माध्यम से ऐसे प्रतिभावान युवाओं को उचित मंच प्रदान करने का कार्य कर रही है। हेमराज को उज्ज्वल भविष्य हेतु ढेरों शुभकामनाएं। pic.twitter.com/G4W9k4Ubyo
— Pushkar Singh Dhami (@pushkardhami) June 9, 2022
હેમરાજે અત્યાર સુધીમાં ચાર નેશનલ સબ જુનિયર ગેમ્સ (2 સુબ્રતો અને 2 સ્કૂલ નેશનલ) રમી છે. જ્યારે હેમરાજને વાયરલ થયેલા વીડિયો અને સીએમના ટ્વીટ વિશે જણાવવામાં આવ્યું ત્યારે તેમણે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે ભવિષ્યમાં ગાંધીનગરમાં એક રમતનું મેદાન આપવામાં આવે જેથી કરીને ગરીબ પરિવારના બાળકો તેમની પ્રતિભાને નિખારી શકે તેમજ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ બનાવી શકે.